ગુજરાતમાં અનેકવિધ જ્ઞાતિઓ અને જાતિઓ વસે છે, તેમના તહેવારો, રિવાજો અને મેળાઓ વિવિધતા ધરાવે છે, જે સામાજિક મૂલ્યો જેવા કે એકતા, ભાઈચારો, કરૂણા, શ્રધ્ધા વગેરેને રજૂ કરે છે.
સામાજિક મૂલ્યો જાળવતા મેળા/તહેવારો
ગુરુપૂર્ણિમા : ગુરુના મહિમાને દર્શાવતો ઉત્સવ છે, ગુરુના જ્ઞાનના ઉપલક્ષ રૂપે શિષ્ય ગુરુની પૂજા કરે છે. જેમાં મોટાને માન ગુરુને વંદન જેવા ગુણો જોવા મળે છે.
નવરાત્રી : નારીશક્તિને રજૂ કરતો સૌથી મોટો તહેવાર. નારીના બલિદાન, સાહસ અને રૂપને વંદન કરવામાં આવે છે. જે નવ દિવસ સુધી ગરબાના સ્વરૂપે થાય છે. UNESCO અમૃત વારસામાં સમાવેશ.
દશેરા : હંમેશા અસત્ય પર સત્યનો વિજય એવા સંદેશ સાથે દશેરા ઉત્સવની ઉજવણી દેશભરમાં થાય છે. રામે રાવણ પર વિજય પ્રાપ્ત કર્યો તેમ હંમેશા અસત્ય પર સત્યનો જ વિજય.
પલ્લીનો મેળો- ગાંધીનગર : ગાંધીનગરના રૂપાલ ગામે ભરાતો મેળો ધાર્મિક એકતાનું પ્રતીક છે. વરદાયિની માતા માટેની પલ્લીનો ઉત્સવ વણકર, સુથાર, પિંજારા (મુસ્લિમ), ચૌધરી જેવી કોમો સાથે મળીને ઉજવે છે.
તરણેતરનો મેળો : ધાર્મિક એકતાનો પ્રતીક એવો સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે ત્રીનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભરાય છે. જ્યાં ભરવાડો, કોળી, કણબીઓ, ક્ષત્રિયો વગેરે ઉમંગભેર ભાગ લે છે અને ભાઈચારાને રજૂ કરે છે.
રવેડીનો મેળો : મહીસાગરના સંતરામપુરખાતે જૈનધર્મના આદિનાથ(ઋષભદેવ) માટેનો મેળો છે. જેમાં દાહોદ , પંચમહાલ અને મહીસાગરની આદિવાસી પ્રજા પણ ચાંદીની રવેડીમાં ભાગ લે છે અને કોમીએકતા દર્શન થાય છે.
મીર દાતારનો મેળો : જૂનાગઢમાં આ મેળો ભરાય છે, જે મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલ છે, જેમાં હિન્દૂ-મુસ્લિમ એકતાનો સમન્વય થાય છે.
આ ઉપરાંત દિવાળીને પ્રકાશના પર્વ તરીકે, રક્ષાબંધન ભાઈ-બહેન સંબંધને દર્શાવાતા તહેવારો ગુજરાતમાં ઉજવાય છે.