સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 x 1 = 10 ગુણ)
9.1. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાકયમાં પ્રયોગ કરો. |
બચકો પાછો આવવો |
જવાબ : દીકરી વિધવા થઈને પાછી આવવી. |
વાક્ય : ભગવાન કોઈ પણ બાપને બચકો પાછો આવવો જેવી હાલતમાં ના મૂકે. |
9.2. કહેવતનો અર્થ સમજાવો. |
વાંસના કજિયામાં વન બળે |
જવાબ : નાની વસ્તુને કારણભૂત બનાવી મોટું રૂપ આપવું, ભારે નુકસાન કરવું. |
9.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો. |
ઉપકૃષ્ણમ |
જવાબ : અવ્યયીભાવ |
વિગ્રહ : કૃષ્ણની પાસે (ઉપ એટલે પાસે સંસ્કૃત શબ્દ) |
9.4. પંક્તિનો છંદ ઓળખાવો. |
નહી નાથ, નહીં નાથ, ન જાણો કે સ્હવાર છે. આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે. |
જવાબ : અનુષ્ટુપ |
9.5. અલંકાર ઓળખાવો. |
તને મેં ઝંખી છે યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી |
જવાબ : રૂપક |
9.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. |
પહેલાંના સમયમાં થઈ ગયેલું |
જવાબ : પુરોગામી |
9.7. શબ્દની જોડણી સુધારો. |
સતપ્રતીપક્ષ |
જવાબ : શતપ્રતિપક્ષ |
9.8. વાક્યમાં જોડણીની ભૂલો સુધારો. |
અંતસ્ફુરણા એટલે તર્કની કોઈ પ્રક્રિયા વિના મળતી તત્કાળ સમજ અથવા તર્કની કોઈ પ્રક્રિયા વિના સત્ય કે હકીકતનું થતું સીધુ પ્રત્યક્ષીકરણ. |
જવાબ : અંત:સ્ફુરણા એટલે તર્કની કોઈ પ્રક્રિયા વિના મળતી તત્કાળ સમજ અથવા તર્કની કોઈ પ્રક્રિયા વિના જ સત્ય કે હકીકતનુ થતુ સીધું પ્રત્યક્ષીકરણ. |
9.9. શબ્દની સંધિ છોડો. |
જગતાથઃ |
જવાબ : જગત્ + નાથ: |
9.10. વાકયરચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો. |
સંકુલ વાક્ય બનાવો. |
તમે આવશો. આપણે સાથે જમીશું. |
જવાબ : જ્યારે તમે આવશો ત્યારે આપણે સાથે જમીશું. |