સૂચના પ્રમાણે ગૂજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 પ્રશ્નો x 1 ગુણ)
10.1. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. |
જગન કરવો |
જવાબ : ભારે મોટું કામ કરી નાખવું |
વાક્ય : રામુએ દીપડાને પકડીને જગન કરવા જેવું કામ કર્યું. |
10.2. કહેવતનો અર્થ સમજાવો. |
સમુદ્ર આગળ લૂણની ભેટ |
જવાબ : જેની જે ચીજવસ્તુ છે તે જ તેને આપવી. |
10.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો. |
ઉપકૃષ્ણમ |
જવાબ : અવ્યયીભાવ |
વિગ્રહ : કૃષ્ણની પાસે (ઉપ એટલે પાસે સંસ્કૃત શબ્દ) |
10.4. પંક્તિનો છંદ ઓળખાવો. |
‘વડસાસુ ઘણું ભારેે માાણસ, બોલ્યાંં પરમ વચન વહુ જી’ |
જવાબ :ચોપાઈ (કવિ છૂટનો ઉપયોગ) |
10.5. અલંકાર ઓળખાવો. |
શશીમુખ સરખું સુખ પાસે |
જવાબ : રૂપક, વર્ણાનુપ્રાસ (બે જવાબ આવે) |
10.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. |
ઉકેેલી ન શકાય તેેવી સમસ્યા |
જવાબ : મડાગાંઠ |
10.7. શબ્દની જોડણી સુધારો. |
ઉર્જિત |
જવાબ : ઊર્જિત |
10.8. વાકયમાં જોડણીની ભૂલો સુધારો. |
માણસની આવી સૌંંદર્યાભીમૂખતા અથવા તો સૌંંદર્યતરસ તેેના દૈૈનદિનિય જીવનમાંંઅનેેકશ: પ્રકટતી જણાય છેે. |
જવાબ : માણસની આવી સોંદર્યાભિમુખતા અથવા તો સૌંંદર્યતરસ તેનાં દૈૈનદિનીય જીવનમાંં અનેેકશ: પ્રકટતી જણાાય છેે. |
10.9. શબ્દની સંધિ છોડો. |
અન્યાન્ય |
જવાબ : અન્ય+અન્ય |
10.10. વિધાન વાક્ય બનાવો. |
કેેવુંં આહ્લાદક દૃૃશ્ય ! |
જવાબ : ખુબ આહ્લાદક દૃૃશ્ય છે. |
1 thought on “DySo Advt. No. 42/2023-24 Grammar”
Comments are closed.