સૂચના પ્રમાણે ગૂજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 પ્રશ્નો x 2 ગુણ)
13.1. રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. |
13.1.1. પાંચમી કતારિયો |
જવાબ : છૂપો જાસૂસ |
વાક્ય : યુદ્ધ વખતે બંને સૈનાના પાંચમી કતારિયો સક્રિય થઈ ગયા હતા. |
13.1.2. સરાડે ચડવું |
જવાબ : રસ્તે ચડવું |
વાક્ય : મોહનભાઈનું ટ્રેક્ટર રીપેર થતા ખેતીનું કામ સરાડે ચડયું. |
13.2. કહેવતનો અર્થ સમજાવો. |
13.2.1. મુસાભાઈનાં વા ને પાણી |
જવાબ : ખર્ચની કોઈ જવાબદારી નહિ. |
13.2.2. બધાં પાલખીએ બેસે ત્યારે ઊંચકે કોણ ? |
જવાબ : શાસક અને શ્રમિક બંને જરૂરી |
13.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો. |
13.3.1 પ્રત્યક્ષ |
જવાબ : અવ્યયીભાવ |
વિગ્રહ : આંખની સામે. (પ્રતિ એટલે સામે, અક્ષ એટલે આંખ) |
13.3.2 સવિનય |
જવાબ : અવ્યયીભાવ |
વિગ્રહ : વિનય સાથે |
13.4. પંક્તિનો છંદ ઓળખાવો. |
રવિ તેજ ચંદ્રમય શીતળતા, ગુણ ગાય સર્વજન આપ તણા. |
જવાબ : ચોપાઈ |
દ્રૌપદી હૃદયમાં બહુ પીડા, પામતી સ્વજન સામું નિહાળે; રાય, અર્જન વદે નહીં નાના, ભીમ રોષ મનમાં બહુ પામે. |
જવાબ : સવૈયા |
13.5. અલંકાર ઓળખાવો. |
13.5.1 સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર? |
જવાબ : વ્યતિરેક |
13.5.2 કરાવ શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ? થનાર ચીજો નવ થાય અન્યથા. |
જવાબ : અપહનુતિ |
13.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. |
13.6.1 શરીરનો નીચલો ભાગ |
જવાબ : ધડ |
13.6.2 ગાડાં ભાડે ફેરવનાર |
જવાબ : અધવાયો |
13.7. શબ્દની જોડણી સુધારો. |
13.7.1 શોવિરી |
જવાબ : શૌવિરી |
13.7.2 પરીવ્રાજિકા |
જવાબ : પરિવ્રાજિકા |
13.8. વાક્યોમાં જોડણી, વિરામચિહ્નો અને વાક્યરચનાની ભૂલો સુધારો. |
13.8.1 ઇશ્વરકૃષ્ણ : કપિલ દ્વારા પ્રવર્તિત અને આસુરી-પંચશિખ આદિ દ્વારા સંવર્ધિત મુખ્ય સાખ્ય વિચારધારાના પુરસ્કર્તા અને પ્રસિદ્ધ સાખ્યકારિકાના કર્તા. |
જવાબ : ઈશ્વરકૃષ્ણ : કપિલ દ્વારા પ્રવર્તિત અને આસુરિ-પંચશિખ આદિ દ્વારા સંવર્ધિત મુખ્ય સાંખ્ય વિચારધારાના પુરસ્કર્તા અને પ્રસિદ્ધ સાંખ્યકારિકાના કર્તા. |
13.8.2 નવા આવાસની યુકતતા, પ્રસરતા સજીવોની યુકતતા અને આ બે પરિબળોનું પરસ્પર સામિપ્ય. |
જવાબ : નવા આવાસની યુક્તતા, પ્રસરતાં સજીવોની યુક્તતા અને આ બે પરિબળોનું પરસ્પર સામીપ્ય. |
13.9. શબ્દોની સંધિ જોડો અને છોડો. |
13.9.1 શબ્દની સંધિ જોડો વિ+સમ |
જવાબ : વિષમ |
13.9.2 શબ્દની સંધિ છોડો ચિન્મય |
જવાબ : ચિત્+મય |
13.10. વાક્યરચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો. |
13.10. અર્થ જાળવીને આશ્ચર્યવાકયમાં ફેરવો. નદી ઘણી લાંબી છે. |
જવાબ : અરે, આ નદી તો ઘણી લાંબી છે ! |
13.10.2 અર્થ જાળવીને વિધાનવાકયમાં ફેરવો. શી કેતકીની ધીરજ ! |
જવાબ : કેતકીની ધીરજ ખુબ સારી છે. |