GPSC Advt. No. 22/2022-23 Grammar

સૂચના પ્રમાણે ગૂજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 પ્રશ્નો x 2 ગુણ)

13.1. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો અર્થપૂર્ણ વાકયમાં પ્રયોગ કરો.
13.1.1. પાતાળ કૂવો ફૂટવો
જવાબ : એકાએક પ્રેમ ઉભરાવો
વાક્ય : માતાને જોઈને રમીલાનું પાતાળ કૂવો ફૂટવો લાગ્યો.
13.1.2. આંટી પડવી
જવાબ : ગૂંચવાઈ જવું, વેર બાંધવું
વાક્ય : સરપંચની ઈમાનદારી જોઈ વિરોધી જૂથને આંટી પડવા લાગી.
13.2. કહેવતનો અર્થ સમજાવો.
13.2.1. પોર મૂઈ સાસુ ને ઓણ આવ્યાં આંસુ
જવાબ : વખત વિત્યાં પછી શોક કરવો.
13.2.2. તરણાં આડો ડુંગર
જવાબ : માયારૂપી તરણાને લીધે સત્ય દેખાતું નથી.
13.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો.
13.3.1 ગામલોકો
જવાબ : તત્પુરૂષ
વિગ્રહ : ગામના લોકો
13.3.2 કોકિલકંઠ
જવાબ : બહુવ્રીહિ
વિગ્રહ : કોકિલ જેવો કંઠ જેનો છે તે
13.4. પંક્તિનો છંદ ઓળખાવો.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય વહે.
જવાબ : હરિગીત
સમયનું લવ ભાન રહે નહીં,
અવધિ અંકુશ સ્નેહ સહે નહીં.
જવાબ : ચોપાઈ
13.5. અલંકાર ઓળખાવો.
13.5.1 બીજા બધા વગડાના વા
જવાબ : રૂપક
13.5.2 મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું
જવાબ : રૂપક
13.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
13.6.1 ઉત્પન્નમાંથી સરકારને આપવાનો ભાગ
જવાબ : લેવી, કર
13.6.2 છાપરાંનાં નળિયાં વ્યવસ્થિત કરનાર
જવાબ : ચારો
13.7. શબ્દની જોડણી સુધારો.
13.7.1 કોહીનુર
જવાબ : કોહિનૂર
13.7.2 ગિરમિટિયો
જવાબ : ગિરમીટિયો
13.8. વાક્યોમાં જોડણી, વિરામચિહ્નો અને વાક્યરચનાની ભૂલો સુધારો.
13.8.1 શિક્ષકે કયું ગુજરાતી સાહિત્ય ની પ્રથમ નવલકથા કરણઘેલો છે.
જવાબ : શિક્ષકે કહ્યું ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કરણઘેલો છે.
13.8.2 મરચા આદુ કાનમાં નાખો
જવાબ : મરચા આ દુકાનમાં નાખો.
13.9. શબ્દોની સંધિ જોડો અને છોડો.
13.9.1 શબ્દની સંધિ જોડો
ચિત્‌+રૂપ
જવાબ : ચિદરૂપ
13.9.2 શબ્દની સંધિ છોડો
માત્રર્થે
જવાબ : માતૃ+અર્થ
13.10. વાક્યરચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો.
13.10. કર્તરિ વાક્યરચનામાં ફેરવો.
જેણે હાથ વચ્ચે નામ ઘૂંટયું હોય તે અહીં બેસે. (પેપરમાં ભૂલ છે)
જેનાથી હાથ વચ્ચે નામ ઘુંટાયું હોય તે અહીં બેસે. (કર્મણી)
જવાબ : જેણે હાથ વચ્ચે નામ ઘૂંટયું હોય તે અહીં બેસે. (કર્તરિ)
13.10.2 પ્રેરક વાકયરચના બનાવો.
બા, તું એ ગીત ગા ને !
જવાબ : બા, તું એ ગીત ગવડાવ ને.

1 thought on “GPSC Advt. No. 22/2022-23 Grammar”

Comments are closed.