ગુજરાતી ભવાઈ પરંપરાનું સામાજિક સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવો.

ગુજરાતી ભવાઈ પરંપરા

ગુજરાતમાં 13મી સદીમાં અસાઈત ઠાકર નામના યજુર્વદી બ્રાહ્મણે શરૂ કરેલ ભવાઈ તે સમયના લોકોને સામાજિક જીવનને અનુરૂપ વેશોમાં ઢવાઈ હતી.

ભવાઈ

1. તે તરગાળા બ્રાહ્મણ ગણાતા અસાઈત ઠાકર અને તેના ત્રણ પુત્રો દ્વારા શરૂ કરાઇ.

2. તેમાં 360 વેશો જોવા મળે છે અને તેમાં રામદેવપીરનો વેશ સૌથી જૂનો છે.

3. ખાસ કરીને ધાર્મિક વેશો, સામાજિક સ્થિતિ, રમુજી વેશોનો સમાવેશ થાય છે.

4. તે ગામડે ગામડે જઈને ભવાઈ ભજવતાં અને સંદેશો આપતા.

5. તેની શરુઆતમાં ગણેશજીનું વેશ ભજવવો ફરજીયાત છે.

6. તેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની પટ્ટણી બોલીનો ઉપયોગ થાય છે.

ભવાઈનું સામાજિક સાંસ્કૃતિક મૂલ્ય

  • તે ખાસ કરીને ઐતિહાસિક પાત્રોને વેશનો ઉપયોગ કરી લોકોને વારસાની માહિતી આપતા. જેમ કે રામદેવપીરનો વેશ, જસમા ઓડણ, કાન-ગોપીનો વેશ વગેરે.
  • ધાર્મિક વેશો જેવા કે ગણપતિનો વેશ, રામદેવપીરનો વેશ, અર્ધનારીશ્વરનો વેશ ઉપરાંત મુસ્લિમ કથા પર આધારિત વેશોનો ઉપયોગ થતો.
  • સમાજમાં અંધશ્રદ્ધા, કુરિવાજો જેવા દુષણો સામે કજોડાનો વેશ, બાવાનો વેશ ભજવાતા.
  • સાંપ્રદાયિક-સૌહાર્દના વેશો જેવા કે ઝુંડા ઝૂલણનો વેશ, જેમાં એક યુવાન સ્ત્રીના વૃદ્ધ જોડે વિવાહની વાર્તા છે.
  • નીચી જાતિ અને વર્ગોના રૂપ દર્શાવતા જેમ કે વણઝારા, પુરબીયો
  • ભવાઈનો અર્થ જ જીવનની કથા એવો થાય છે. જેમાં મિયાંબીબીનો વેશ, કજોડાનો વેશ મુખ્ય છે.
  • મુખ્ય રીતે દૈવી આરાધનાને દર્શાવવા ભવાઈ રચવામાં આવતી હોવાથી દેવીપૂજનનું વધુ મહત્વ છે.
  • સમયાંતરે ભવાઈમાં પરિવર્તન આવ્યું અને લોકોને મનોરંજનના સાધન તરીકે પ્રાપ્ત થઈ.

આમ ભવાઈએ લોકોના જીવન સાથે સંકળાયેલી કથા તરીકે વિવિધ વેશોમાં રજૂ થતી કલા છે. જેના થકી સમાજમાં સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યોને પણ વેગ મળ્યો.