HomeMains Answer Writingગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીના પ્રદાનની ચર્ચા કરો, GPSC Mains...

ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીના પ્રદાનની ચર્ચા કરો, GPSC Mains Paper with Answer

ગુજરાતી રંગભૂમિનો ઇતિહાસ ખૂબ જ ઊંચ-નીચ ભર્યો રહ્યો છે. ક્યારેક વિકાસ પામી તો ક્યારેક પતન થયું. જેમાં દેશી નાટક સમાજ, મુંબઈ ગુજરાતી નાટક મંડળી, આર્યસુબોધ મંડળી જેવી સંસ્થાઓનો ફાળો મુખ્ય રહ્યો છે.

મુંબઈ ગુજરાતી નાટક મંડળી

1. આ મંડળીની શરૂઆત પારસી લેખક ફેરમજી ગુસ્દતજી સાથેના સંઘર્ષથી થઈ.

2. તેની સ્થાપના રણછોડભાઈ ઉદયરાય દવેએ 1878માં કરી હતી.

3. આ નાટક મંડળીમાં સૌપ્રથમ બિનપારસી ઉચ્ચારણયુક્ત નાટકો રજૂ થયા જેથી ગુજરાતી રંગભૂમિને વેગ મળ્યો.

4. બાપુલાલ નાયક, જયશંકર સુંદરી, મૂળશંકર મુલાણી જેવા નોંધપાત્ર લોકોએ તેમાં ફાળો આપ્યો.

ગુજરાતી રંગભૂમિમાં યોગદાન

1. તખ્તા લાયક નાટકોની શરૂઆત થઈ જેમાં લલિતા દુઃખદર્શક, હરિશ્ચંદ્ર જેવા નાટકો મુખ્ય હતા.

2. પારસી ઉચ્ચારણ વાળા નાટકોનું અંત આવ્યો અને શુધ્ધ ગુજરાતી નાટકો લખાવની શરૂઆત થઈ. ઉદાહરણ. વિક્રમચરિત્ર, હરિશ્ચંદ્ર, નલદમયંતી

3. નવા કલાકારોને પ્રોત્સાહન : આ મંડળી થકી ગુજરાતી કલાકારો જેવા કે જયશંકર સુંદરી, બાપુલાલ નાયક, વગેરેને તેમની કલા પ્રદર્શન કરવાની તક મળી.

4. નવા ગુજરાતી નાટકોની રચના : આ મંડળીના પ્રચારના કારણે શેક્સપિયરના નાટક ઓથેલનું ભાષાંતર કરી ભજવવામાં આવ્યું.

5. રંગભૂમિનો પ્રચાર વધ્યો : આ મંડળીના કારણે પ્રેક્ષકોમાં વધારો થયો ઉપરાંત કરણઘેલો-નંદશંકર મહેતાના નાટક વગેરેના કારણે ગુજરાતી રંગભૂમિને નવી દિશા મળી.

6. ધાર્મિક નાટકોનું પ્રચાર : નાટકો જેવા કે કૃષ્ણચરિત્ર, દેવકન્યા વગેરેની શરુઆત થઈ, રામાયણ અને મહાભારત આધારિત નાટકોની શરૂઆત થઈ.

7. અન્ય નાટક મંડળી માટે પાયો : આર્યસુબોધ મંડળી, દેશીનાટક સમાજ અને ઇન્ડિયન નેશનલ થિયેટર માટે પાયારૂપ બની.

8. મહિલાઓની ભાગીદારી : નાટક મંડળીએ અંતિમ સમયમાં સ્ત્રી કલાકારોને પ્રોત્સાહિત કર્યા.

આમ પરંપરાગત રંગભૂમિમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ પ્રાણ પૂર્યા અને તેનો સંપૂર્ણ વિકાસ કરી 1948માં વેચાઈ ગઈ.

ગુજરાતી ભવાઈ પરંપરાનું સામાજિક સાંસ્કૃતિક મૂલ્ય દર્શાવો, GPSC Mains Paper with Answer
દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની વારલી ચિત્રકળા વિશે નોંધ લખો, GPSC Mains Paper with Answer
પ્રાચીન ભારતીય ઇતિહાસના પુન:નિર્માણ માટેના સ્ત્રોત તરીકે વિદેશી પ્રવાસીઓના વૃતાંતના મહત્વની વિવેચનાત્મક ચકાસણી કરો, GPSC Mains Paper with Answer
RELATED ARTICLES

Most Popular