દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની વારલી ચિત્રકળા વિશે નોંધ લખો.

વારલી ચિત્રકળા

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ દ્વારા વિશ્વ વિખ્યાત એવી વારલી ચિત્રકળા દોરવામાં આવે છે. જે ગુજરાતના ડાંગ, વાસંદા અને ધરમપુરના કુંકણા આદિવાસીઓ દ્વારા દોરવામાં આવે છે.

વારલી ચિત્રકળા- કુંકણા આદિવાસીઓ

1. આ ચિત્રકળા 2500થી 3000 વર્ષ જૂની માનવામાં આવે છે.

2. મુખ્યત્વે ગુજરાતના દક્ષિણ ભાગ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળે છે.

3. આદિવાસીઓ દ્વારા ધાર્મિક પ્રસંગે, લગ્નોઉત્સવ સમયે દોરવામાં આવે છે.

વારલી ચિત્રકળાની લાક્ષણિકતાઓ

1. આ ચિત્રકળા મુખ્યત્વે દિવાલ પર ગાર(ગેરુ) દ્વારા દોરવામાં આવે છે.

2. જેમાં ચોખાના ભૂકા અને ગુંદરનો ઉપયોગ કરીને સફેદ રંગ બનાવવામાં આવે છે, જેને લીંપણ કરેલ દિવાલ પર દર્શાવવામાં આવે છે.

3. મુખ્યત્વે તેમાં પ્રાકૃતિક આકૃતિઓ જેવી કે ગોળાકાર, ત્રિકોણ અને ચોરસ વગેરે દ્વારા ચિત્ર ઉપસાવવામાં આવે છે.

4. આ ચિત્રકળામાં મુખ્યત્વે લગ્નપ્રસંગ, શિકાર, નૃત્ય અને મછીમારના ચિત્રો દોરવામાં આવે છે.

વારલી ચિત્રકળાની વિશેષતા

1. પ્રાકૃતિક રંગોનો ઉપયોગ : માત્ર ને માત્ર પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરવામાં આવે છે, જે પરંપરાગત રીતે ગેરું(ચોખા) અને ગુંદરનો ભૂકો કહેવાય છે.

2. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ: આ ચિત્રકળા વિશ્વવિખ્યાત બની છે, જે કુંકણા આદિવાસીઓની પરંપરાગત કળા છે.દેશમાં જીવ્યા સોમા મ્હાશેને પદ્મશ્રી પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે , જે તેની ખ્યાતિ દર્શાવે છે.

ગુજરાતની આ ભવ્ય ચિત્રકળા જાળવણીના અભાવે લુપ્ત ના થાય તે માટે સરકારે પણ અવારનવાર પ્રયત્ન દ્વારા તેને દર્શાવે છે. જેમકે તાજેતરના બજેટના મુખપૃષ્ઠ પર છાપ રજૂ કરી હતી.