ભારતીય લોકનૃત્ય કલા અને આરાધનાનું એક સંપૂર્ણ સંયોજન છે. ચર્ચા કરો.

ભારતની લોકનૃત્ય કલાએ પ્રાચીન સમયથી મનોરંજન અને ભક્તિનું સમન્વય રહી છે. ભગવાન શિવનું તાંડવ હોય કે પછી શ્રીકૃષ્ણની રાસલીલા બધું જ આ નૃત્યમાં જોવા મળે છે.

મધ્ય ભારતના લોકનૃત્યો

ઉત્તરપ્રદેશમાં ભજવવામાં આવતી રામલીલાંએ નૃત્યની સાથે શ્રીરામના જીવનકથાની વાર્તા દર્શાવે છે. જેમાં વિવિધ પર્વ કે કાંડ દર્શાવવામાં આવે છે.

રાસલીલાએ મથુરા અને વૃંદાવન સાથે જોડાયેલ કૃષ્ણભક્તિને દર્શાવાતું નૃત્ય છે. જે ભગવાન કૃષ્ણની બાળલીલાઓ દર્શાવે છે.

રાજસ્થાનનું પ્રખ્યાત નૃત્ય ઘૂમર જે સરસ્વતી ઉપાસના તે દર્શાવે છે. જેમાં રાજપુત શૈલી દ્વારા સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે.

પશ્ચિમ ભારતના નૃત્યો

ગુજરાતીનું ગરબા નૃત્ય જે શક્તિની ઉપાસનાનું પ્રતીક છે. જેમાં ગરબોએ ગર્ભદીપનું પ્રતીક માનીને નવરાત્રીના તહેવારમાં ઉજવવામાં આવે છે.

રાસએ ગુજરાતીમાં અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. જેમાં દાંડિયા રાસ, મહાકાલી માતાના મહિષાસુર વધને દર્શાવે છે. દાંડીયોએ કાલી માતાની તલવારનું પ્રતીક છે.

રાસમાં કૃષ્ણ ભક્તિને દર્શાવતું વૃંદાવન રાસ જે તોડી રાસ તરીકે જાણીતું છે. તે ભક્તિ અને કલાનો સમન્વય દર્શાવે છે.

દક્ષિણ ભારતના નૃત્યો

થેયમ કેરળનો લોકનૃત્યએ કાલીમાતાને સમર્પિત છે. જે ખૂબ જ સ્પષ્ટતાથી અને ચેહરા પર રંગ લગાવીને દર્શાવવામાં આવે છે.

ચકિયાર કૌથુંએ રામાયણ અને મહાભારતને દર્શાવાતો પ્રખ્યાત નૃત્ય છે. જે વાર્તા સ્વરૂપે દર્શાવવામાં આવે છે.

તમિલનાડુમાં દર્શાવવામાં આવતો શિવતાંડવ શંકર ભગવાનની આરાધના રજૂ કરે છે.

પૂર્વ ભારતના નૃત્યો

પશ્ચિમ બંગાળમાં ઉજવાતી ધનુજાત્રા અને દુર્ગાપુજા જેમાં અસત્ય પર સત્યની જીત વિષય પર નૃત્ય સળંગ ચાલુ રહે છે.

અસમનો સતરિયા નૃત્ય પણ આરાધનાનું પ્રતીક છે.

આ ઉપરાંત પૃથ્વીની આરાધના, પ્રકૃતિની આરાધના માટે મેઘાલયમાં અને અસમમાં લોકનૃત્ય ભજવવામાં આવે છે.

ભારતના લોકનૃત્ય કલા પ્રદર્શન, મનોરંજન અને આરાધનાનું સંયોજન છે, તે વિશ્વભરમાં તેની નામનાથી સ્પષ્ટ થાય છે.