GPSC Class 1,2 Advt. No. 20/2022-23 Grammar

સૂચના પ્રમાણે ગૂજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 પ્રશ્નો x 2 ગુણ)

13.1. રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
13.1.1. પાંચમી કતારિયો
જવાબ : છૂપો જાસૂસ
વાક્ય : યુદ્ધ વખતે બંને સૈનાના પાંચમી કતારિયો સક્રિય થઈ ગયા હતા.
13.1.2. સરાડે ચડવું
જવાબ : રસ્તે ચડવું
વાક્ય : મોહનભાઈનું ટ્રેક્ટર રીપેર થતા ખેતીનું કામ સરાડે ચડયું.
13.2. કહેવતનો અર્થ સમજાવો.
13.2.1. મુસાભાઈનાં વા ને પાણી
જવાબ : ખર્ચની કોઈ જવાબદારી નહિ.
13.2.2. બધાં પાલખીએ બેસે ત્યારે ઊંચકે કોણ ?
જવાબ : શાસક અને શ્રમિક બંને જરૂરી
13.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો.
13.3.1 પ્રત્યક્ષ
જવાબ : અવ્યયીભાવ
વિગ્રહ : આંખની સામે. (પ્રતિ એટલે સામે, અક્ષ એટલે આંખ)
13.3.2 સવિનય
જવાબ : અવ્યયીભાવ
વિગ્રહ : વિનય સાથે
13.4. પંક્તિનો છંદ ઓળખાવો.
રવિ તેજ ચંદ્રમય શીતળતા, ગુણ ગાય સર્વજન આપ તણા.
જવાબ : ચોપાઈ
દ્રૌપદી હૃદયમાં બહુ પીડા, પામતી સ્વજન સામું નિહાળે;
રાય, અર્જન વદે નહીં નાના, ભીમ રોષ મનમાં બહુ પામે.
જવાબ : સવૈયા
13.5. અલંકાર ઓળખાવો.
13.5.1 સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર?
જવાબ : વ્યતિરેક
13.5.2 કરાવ શું નિષ્ફળ જ્ઞાન સર્વ આ?
થનાર ચીજો નવ થાય અન્યથા.
જવાબ : અપહનુતિ
13.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
13.6.1 શરીરનો નીચલો ભાગ
જવાબ : ધડ
13.6.2 ગાડાં ભાડે ફેરવનાર
જવાબ : અધવાયો
13.7. શબ્દની જોડણી સુધારો.
13.7.1 શોવિરી
જવાબ : શૌવિરી
13.7.2 પરીવ્રાજિકા
જવાબ : પરિવ્રાજિકા
13.8. વાક્યોમાં જોડણી, વિરામચિહ્નો અને વાક્યરચનાની ભૂલો સુધારો.
13.8.1 ઇશ્વરકૃષ્ણ : કપિલ દ્વારા પ્રવર્તિત અને આસુરી-પંચશિખ આદિ દ્વારા સંવર્ધિત મુખ્ય
સાખ્ય વિચારધારાના પુરસ્કર્તા અને પ્રસિદ્ધ સાખ્યકારિકાના કર્તા.
જવાબ : ઈશ્વરકૃષ્ણ : કપિલ દ્વારા પ્રવર્તિત અને આસુરિ-પંચશિખ આદિ દ્વારા સંવર્ધિત મુખ્ય સાંખ્ય વિચારધારાના પુરસ્કર્તા અને પ્રસિદ્ધ સાંખ્યકારિકાના કર્તા.
13.8.2 નવા આવાસની યુકતતા, પ્રસરતા સજીવોની યુકતતા અને આ બે પરિબળોનું
પરસ્પર સામિપ્ય.
જવાબ : નવા આવાસની યુક્તતા, પ્રસરતાં સજીવોની યુક્તતા અને આ બે પરિબળોનું પરસ્પર સામીપ્ય.
13.9. શબ્દોની સંધિ જોડો અને છોડો.
13.9.1 શબ્દની સંધિ જોડો
વિ+સમ
જવાબ : વિષમ
13.9.2 શબ્દની સંધિ છોડો
ચિન્મય
જવાબ : ચિત્+મય
13.10. વાક્યરચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો.
13.10. અર્થ જાળવીને આશ્ચર્યવાકયમાં ફેરવો.
નદી ઘણી લાંબી છે.
જવાબ : અરે, આ નદી તો ઘણી લાંબી છે !
13.10.2 અર્થ જાળવીને વિધાનવાકયમાં ફેરવો.
શી કેતકીની ધીરજ !
જવાબ : કેતકીની ધીરજ ખુબ સારી છે.
More GPSC Grammar
DySo Advt. No. 42/2023-24 Grammar
DySo Advt. No. 10/2022-23 Grammar
GPSC Advt. No. 22/2022-23 Grammar
GPSC Advt. No. 19/2022-23 Grammar