સૂચના પ્રમાણે ગૂજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 પ્રશ્નો x 1 ગુણ)
10.1. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો. |
ચૈતર મહિને ચાંચ પાકવી |
જવાબ : મૌસમ વખતે માંદા પડવું |
વાક્ય : ભગતબાપાના બળદની વાવણી વખતે જ ચૈતર મહિને ચાંચ પાકવી જેવી હાલત હોય છે. |
10.2. કહેવતનો અર્થ સમજાવો. |
ઘરનું ઘંઘોલિયું થવું |
જવાબ : ઘરની શોભા નષ્ટ થવી, ઘરનો મોભો ભાંગી જવો. |
10.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો. |
ટાંચણપોથી |
જવાબ : મધ્યમપદલોપી |
વિગ્રહ : ટાંચણ(ટૂંકી નોંધ) કરવા માટેની પોથી |
10.4. પંક્તિનો છંદ ઓળખાવો. |
સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ના હિંમત હારવી. |
જવાબ : હરિગીત |
10.5. અલંકાર ઓળખાવો. |
ઊગી જવાય વાડે, જો આ ક્ષણે વતન હોય. |
જવાબ : સજીવારોપાણ |
10.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. |
કુબેરનો અનુચર |
જવાબ : યક્ષ |
10.7. શબ્દની જોડણી સુધારો. |
પરીમાર્જીત |
જવાબ : પરિમાર્જિત |
10.8. વાકયમાં જોડણીની ભૂલો સુધારો. |
ભોજ મમ્મટ અને રૂય્યક જેવા આલંકારીકો પણ રુદ્રટના અલંકારલક્ષણો અને ઉદાહરણોનો આધાર લે છે. |
જવાબ : ભોજ મમ્મટ અને રૂય્યક જેવા આલંકારીકો પણ રૂદ્રટના અલંકાર લક્ષણો અને ઉદાહરણોનો આધાર લે છે. |
10.9. શબ્દની સંધિ છોડો. |
નવોઢા |
જવાબ : નવ+ઊઢા |
10.10. વિધાન વાક્ય બનાવો. |
પરીક્ષા કેવી સરસ લખાઈ ! |
જવાબ : પરીક્ષા ખૂબ જ સરસ લખાઈ. |