સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 x 1 = 10 ગુણ)
9.1. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો. |
છપ્પનના વિતાડવા |
જવાબ : ખૂબ પજવવું |
વાક્ય : રમેશની સાવકી માં તેના પર છપ્પનના વિતાડવામાં કાંય બાકી ના રાખતી. |
9.2. કહેવતનો અર્થ સમજાવો. |
વેળા વેળાની છાંયડી |
જવાબ : મનુષ્ય કરતા સમય વધુ બળવાન છે. |
9.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો. |
લોકગીત |
જવાબ : તત્પુરુષ |
વિગ્રહ : લોકો વડે ગવાતું ગીત |
9.4. પંક્તિનો છંદ ઓળખાવો. |
દાદી વાંકી, રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી |
જવાબ : મંદાક્રાંતા |
9.5. અલંકાર ઓળખાવો. |
ભમરા સમો આ ભમતો પવન |
જવાબ : ઉપમા |
9.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. |
સવારનો નાસ્તો |
જવાબ : શિરામણ |
9.7. શબ્દની જોડણી સુધારો. |
સતપ્રતીપક્સ |
જવાબ : શતપ્રતિપક્ષ |
9.8. વાક્યમાં જોડણીની ભૂલો સુધારો. |
તે ખરેખર ઉચા અંતરીક્ષના સ્થાનમાંથી ધરતી પર ઉતરી આવ્યા છે. |
જવાબ : તે ખરેખર ઊંચા અંતરિક્ષમાંથી ધરતી ઉપર ઉતરી આવ્યા છે. |
9.9. શબ્દની સંધિ જોડો. |
ઉત્ + ચ |
જવાબ : ઉચ્ચ |
9.10. વાક્યરચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો. |
વિધાન વાક્ય બનાવો |
ચિત્ર કેવું સરસ દોરાયું છે. |
જવાબ : ચિત્ર ખૂબ જ સરસ દોરાયું છે. |