ગુજરાતના ઇતિહાસને લગતી માહિતી આપતા વિદેશી પ્રવાસીઓના અહેવાલો પર ટિપ્પણી કરો.

ઇતિહાસના સ્ત્રોત તરીકે વિદેશી પ્રવાસીઓના સ્ત્રોત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તેમાં જે-તે સમયની સામાજિક, આર્થિક, રાજકિય ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે.

ગુજરાતમાં આવેલ વિદેશી પ્રવાસીઓ

1. મેન્ડલસો

    તેણે ખંભાત બંદર, ભરૂચ (બારીગજા) બંદરના વેપારનું વર્ણન કર્યું છે. તે ઈ.સ.ની પ્રથમથી ત્રીજી સદીમાં ગુજરાતમાં આવ્યા હોવાનું મનાય છે.

    2. હ્યુ-એન-ત્સાંગ

    તેમણે ધ્રુવભટ્ટ-મૈત્રકકાળનાં સમયમાં ગુજરાતની મુલાકાત લીધી હતી. શિલાદિત્ય-પ્રથમના રાજવહીવટના ભરપૂર વખાણ કર્યા છે. ધ્રુવભટ્ટને હર્ષના જમાઈ તરીકે વર્ણન કરેલ છે અને વલ્લભી વિદ્યાપીઠનું પણ વર્ણન કર્યું છે.

    3. ઈબ્નબતૂતા

    તેઓ મહમ્મદ તુઘલકના સમયે ભારત આવ્યા અને ગુજરાતની પણ મુલાકાત કરી. ખંભાત બંદરે, સુરત બંદરે ‘બાવન, બાવન વહાણોના વાવટા’ ફરકતા તેવું વર્ણન કર્યું છે.

    4. અલ્બરૂની

    તેઓ સૌલંકીકાળમાં મહમદ ગઝનવી સાથે ગુજરાત આવ્યા. સોમનાથની ભવ્ય સુંદરતાનો વર્ણન કરેલ છે અને ગઝનવીની લૂંટનો પણ વર્ણન કર્યું છે.

    5. નુના-ધ-કોક

    તે બહાદુરશાહના સમયે પોર્ટુગીઝ યાત્રી તરીકે ગુજરાતમાં આવ્યો. તેમણે દમણ અને સુરત બંદરના વેપારનું વર્ણન કરેલ છે.

    6. ગેસ્વર

    તેમણે પોતાની નોંધમાં ભરૂચ, ખંભાતના વેપાર અને વેપારીઓનું વર્ણન કરેલ છે.

    7. મેગસ્થનીઝ

    તેમણે મૌર્ય સામ્રાજય વખતના ગુજરાતનું વર્ણન કર્યું જેમાં ગુજરાતને સિંધુ નદીના તટપ્રેદશ તરીકે દર્શાવ્યું છે.

    આ રીતે વિવિધ યાત્રી થકી ગુજરાતના ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે. જેણે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરવાની તક પુરી પાડી છે.