GPSC DySO 27/2020-21 Paper Quiz July 6, 2024 by Job Bhumi GPSC Dyso 27/2020-21 Quiz Name of the Post : Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 Advertisement No : 27/2020-21 Preliminary Test Held On : 01-08-2021 1. નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (Question Canceled By GPSC) 1. બાબરના હિંદ-આક્રમણ સમયે બંગાળમાં હુસેનવંશનું શાસન ચાલતું હતું. 2. બાબરના હિંદ-આક્રમણ સમયે કાશ્મીરમાં મુહમ્મદશાહ રાજય કરતો હતો. 3. બાબરના હિંદ-આક્રમણ સમયે ગુજરાતમાં સુલતાન મુઝફફરશાહ બીજો રાજય કરતો હતો. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 2 અને 3 C) ફક્ત 1 અને 3 D) 1, 2 અને 3 2. શેરશાહ સૂરીનું મૂળ નામ ..................હતું ? (Question Canceled By GPSC) A) હુસેન B) ફરીદ C) અબ્દુલ D) રસુલ 3. લૉર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના હેઠળ નીચેના પૈકી કઈ નીતિ / નીતિઓ અપનાવી ? A) વિજયી યુધ્ધ બાદ રાજય કે રાજયના પ્રદેશનું જોડાણ કરવું. B) રાજયના રાજાની પાસેથી તેનું બિરૂદ અને અંગત જાગીરો લઈ લેવી. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 4. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) હોળકર લશ્કર પરનો કાબુ ભારે લૂંટફાટવૃત્તિવાળા સાહસિક અમીરખાનના હાથમાં હતો. B) પીઢારાઓની ખૂની, ઝનૂનવાળી ટોળીઓ સિંધિયા અને હોળકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 5. બરાકપુરના “બળવા' બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. કલકત્તા નજીક બરાકપુરમાં રખાયેલી હિંદી પલટનને માર્ગવિહોણા વિસ્તારમાં થઈ ભોપાલ તરફ કૂચ કરવાનો હુકમ આપવામાં આવ્યો. 2. આ કૂચ કરવા માટે સિપાઈઓએ તેઓને વધુ પગાર અને પ્રવાસ માટે ભથ્થું આપવું જોઈએ તેવી રજૂઆત કરી. 3. અંગ્રેજોએ સિપાઈઓની કૂચ કરવાની અનિચ્છાને લરકરી કાયદાના ભંગ તરીકે ગણી આખી હિંદી પલટનને પરેડ પર બોલાવી તેમના પર મશીનગન મારો ચલાવી હત્યાકાંડ સર્જ્યો. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 2 અને 3 C) ફક્ત 1 અને 3 D) 1, 2 અને 3 6. નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ”થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ'' કરવામાં આવ્યો. A) 1813 B) 1823 C) 1833 D) 1843 7. 1857માં .................ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. A) બિહારના જગદીશપુર B) પંજાબના અમૃતસર C) સિંધના કરાંચી D) કાનપુર 8. નીચેના પૈકી કોણે 1875 માં “વર્નાક્યુલર પ્રેસ એક્ટ' ઘડી વર્તમાનપત્રોના સ્વતંત્ર્ય પર કાપ મૂક્યો હતો ? A) લૉર્ડ રિપન B) લૉર્ડ લિટન C) લૉર્ડ લૉરેન્સ D) લૉર્ડ એલ્ગિન 9. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) બ્રિટિશ સંસદે 1876 માં “ધ રોયલ ટાઈટલ્સ એક્ટ' પસાર કરતાં ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ “કેસરે હિંદ’ ખિતાબ ધારણ કર્યો. B) ગવર્નર જનરલ લૉર્ડ લિટને કલકત્તા ખાતે ભવ્ય ભારે ખર્ચાળ દરબાર યોજી ભારતમાં અંગ્રેજ સરકારે સાધેલી નવી રાજકીય એકતાનું પ્રદર્શન કર્યું. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 10. ......................એ 1825માં વેદાંતોના એકેશ્વરવાદી સિધ્ધાંતોનું શિક્ષણ આપવા વેદાંત કોલેજ શરૂ કરી. A) કેશવચંદ્ર સેન B) રાજા રામમોહનરાય C) દયાનંદ સરસ્વતી D) વિવેકાનંદ 11. 1872 માં પસાર કરવામાં આવેલા “ધ નેટિવ મેરેજ એક્ટ'' હેઠળ વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી. A) 14 B) 15 C) 16 D) 18 12. બ્રિટિશ શાસનમાં રેયતવારી પ્રથાને ................એ સ્થાન આપ્યું. A) લૉર્ડ કોર્નવોલિસ B) લૉર્ડ બેન્ટિક C) સર થોમસ મનરો D) લૉર્ડ કુક 13. ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844-45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ? A) ઈસ્ટ ઈન્ડિયા B) ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 14. ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ? A) અમદાવાદ B) મુંબઈ C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 15. ગુજરાતના સોલંકી વંશના રાજાઓ મૂળ ...................કુળના હતાં. A) ચૌલુક્ય B) ચોલ C) રાષ્ટ્રકુટ D) પ્રતિહાર 16. ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ......................ગાદીએ આવ્યો. A) શ્રીગુપ્ત B) ચંદ્રગુપ્ત બીજો C) કુમારગુપ્ત D) સમુદ્રગુપ્ત 17. પુલકેશી બીજો .........................વંશનો સહુથી મહાન અને પ્રતાપી રાજા હતો. A) પ્રતિહાર B) પાલ C) ચાલુક્ય D) પલ્લવ 18. હરપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું ? A) સિંધુ B) રાવિ C) ગંગા D) જેલમ 19. સિંધુ ખીણ સંસ્કૃતિ દ્વારા નીચેના પૈકી કોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો ? (Question Canceled by GPSC) A) ચૂનાના પથ્થરો B) લાલ પથ્થરો C) માટી D) કાંસુ 20. ગાયત્રી મંત્ર નીચેના પૈકી કયા વેદમાં છે ? A) સામવેદ B) ઋગ્વેદ C) અથર્વવેદ D) ઉપરોક્ત તમામ 21. .............................વંશના રાજાઓએ નાલંદા અને વિક્રમશીલા જેવાં મહાન વિશ્વવિદ્યાલયોને રાજ્યાશ્રય આપ્યો. A) ચાલુક્ય B) રાષ્ટ્રકુટ C) પ્રતિહાર D) પાલ 22. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) ગૌતમ બુધ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. B) ત્રિપિટકમાં ગૌતમ બુધ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 23. મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો. B) તેઓએ આપેલ બોધપાઠ “મહાયાન સૂત્ર' તરીકે જાણીતો છે. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 24. નીચેના પૈકી કયાં રાજયોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ? 1. વડોદરા 2. લીમડી 3. ભાવનગર A) ફક્ત 1 અને 2 B) ફક્ત 2 અને 3 C) ફક્ત 1 અને 3 D) 1, 2 અને 3 25. ......................એ ગુજરાતીમાં બીબાં બનાવી 1812માં પહેલું ભારતીય માલિકીનું ગુજરાતી ટાઈપ સાથે છાપખાનું શરૂ કર્યું હતું. A) ભીમજી શાહ B) ફરદુનજી મર્ઝબાન C) રણછોડભાઈ શેઠ D) જમશેદજી ખોજાજી 26. ગુજરાતમાં આઝાદી પૂર્વે ....................નું એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. A) અમદાવાદ B) વડોદરા C) રાજકોટ D) ભૂજ 27. પક્ષીવિદ્ ધર્મેનદ્રસિંહજીના ગ્રંથ “સૌરાષ્ટ્રના પંખીઓ'' માટે સુંદર અને જીવંત જણાતાં પંખીઓનાં અસંખ્ય ચિત્રો ...............એ તેયાર કર્યા હતાં. A) સોમાભાઈ શાહ B) બકોર C) કનુ દેસાઈ D) રાઘવેન્દ્ર દેસાઈ 28. જોડકાં જોડો. 1. પૃથ્વીવલ્લભ a. વર્ષા અડાલજા 2. ગંગોત્રી b. ગોવર્ધનરામ ત્રિપાઠી 3. સ્નેહમુદ્રા c. ઉમાશંકર જોશી 4. માટીનું ઘર d. કનૈયાલાલ મુન્શી A) 1 - a, 2 - b, 3 - c, 4 - d B) 1 - a, 2 - b, 3 - d, 4 - c C) 1 - d, 2 - c, 3 - a, 4 - b D) 1 - d, 2 - c, 3 - b, 4 - a 29. જોડકાં જોડો. 1. કવિ કાલીદાસ a. માલવિકાઅગ્નિ મિત્રમ્ 2. શુદ્રક b. મૃચ્છકટિક 3. વિશાખાદત્ત c. મુદ્રારાક્ષસ 4. ભારવિ d. કિરાતાર્જુનીયમ્ A) 1 - a, 2 - b, 3 - c, 4 - d B) 1 - a, 2 - b, 3 - d, 4 - c C) 1 - d, 2 - c, 3 - a, 4 - b D) 1 - d, 2 - c, 3 - b, 4 - a 30. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) સલ્તનતકાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે રચેલ “રણમલ્લ છંદ" માં રાજા રણમલ્લે પોતાની સ્વતંત્રતા જાળવવા મુસ્લિમો સામે આદરેલા યુધ્ધનું વર્ણન કરેલું છે. B) ગંગાધરે રચેલા “ગંગાદાસ-પ્રતાપ વિલાસ નાટક” તથા “માંડલિક મહાકાવ્ય" માં ચાંપાનેર અને જૂનાગઢના રાજયોની માહિતી મળે છે. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 31. ....................નામના જર્મન મુસાકરે શેઠ શાંતિદાસ ઝવેરીના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના વૃત્તાંતમાં સુંદર રીતે આલેખ્યું છે. A) ગેસ્વર B) ડેલાવલે C) થોમસ હર્બટ D) મેન્ડેલ્સ્લો 32. .........ના રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલ યુધ્ધનું સુંદર ભિપ્તિચિત્ર આલેખાયેલું છે. A) જામનગર B) વડોદરા C) મોરબી D) વાંકાનેર 33. ગુજરાતના મુસ્લિમ રાજવીઓના સિક્કાઓ ઉપર હોતી /હોતું નથી. A) ખલીફાનું નામ B) જીવંત પ્રાણીની આકૃતિ C) રાજાનું નામ D) રાજાના પિતાનું નામ 34. ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન ..............ધર્મમાં પીરાણ પંથ, મહાદેવી પંથ, દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યાં. A) ઈસ્લામ B) શાકત C) શૈવ D) વૈષ્ણવ 35. “ગેબી નિપજ થઈ પિંડ તણી ત્યારે તુ ત્યાં નતો ધણી.'' - કોની પંક્તિ છે ? A) નરસિંહ મહેતા B) પ્રેમાનંદ C) અખો D) પ્રીતમ 36. બાઈ હરિરની વાવ .................ખાતે આવેલી છે. A) અમદાવાદ B) માણસા C) ચાંપાનેર D) મહેસાણા 37. “બાવન ધ્વજ”'ના નામે ઓળખાતું જૈન મંદિર ...............ખાતે આવેલું છે. A) પાલીતાણા (જિ. ભાવનગર) B) હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા) C) સરોત્રા (જિ. બનાસકાંઠા) D) ધોળકા (જિ. અમદાવાદ) 38. .............સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠક મહત્ત્વનું ધાર્મિક સ્થાન ગણાય છે. A) શૈવ B) વૈષ્ણવ C) શાક્ત D) જૈન 39. અંબાજી નજીક આવેલાં કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. અહીં સૌથી મોટું મંદિર નેમિનાથનું છે. 2. તેનું શિખર તારંગાના જૈન દેવાલયના શિખર જેવું છે. 3. તેના કેટલાક સ્તંભો આબુના વિમલસહીના સ્તંભોને મળતાં આવે છે. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 40. 1830માં ..............દ્વારા લખાયેલા “તારીખે સોરઠ-વ-હાલાર'' નામના પુસ્તકમાં સૌરાષ્ટ્રના સોરઠ અને હાલાર પ્રદેશના તત્કાલીન ઈતિહાસ ક્રમબધ્ધ રીતે આલેખવામાં આવ્યો છે. A) દીવાન રણછોડજી અમરજી B) મુહમ્મદખાન C) મુર્તજા કુરેશી D) મુલ્લા ફિરસોસી 41. ...........નૃત્યો “ચાળો” તરીકે ઓળખાય છે. A) ભવાઈ B) મેરાયો C) ડાંગી D) મેર 42. સૌરાષ્ટ્રમાં કામળિયા નામના સાધુની કોમ ...............માટે સુવિખ્યાત છે. A) મંજીરાવાદન B) ભૂંગળવાદન C) પખવાજવાદન D) તબલાવાદન 43. આણંદ-પરમાણંદ સુવિખ્યાત ............હતાં. A) પહેલવાનો B) ચારણ કવિઓ C) સિધ્ધરાજ જયસિંહના શિલ્પીઓ D) અડાલજની વાવના કારીગરો 44. માણેકકોઠારી પૂનમનો મેળો ..........ખાતે યોજાય છે. A) ભરૂચ B) ડાકોર C) દ્રારકા D) પાલીતાણા 45. ...............સમુદાયમાં મુખ્યત્વે નાનાભાઈ અને મોટાભાઈ એમ બે મુખ્ય વર્ગો છે. A) રબારી B) ભરવાડ C) કાઠી દરબાર D) ગારૂડી 46. પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ....................“કલિકાલસર્વજ્ઞ'નું બિરૂદ પામેલાં. A) આર્યભટ્ટ B) કાલિદાસ C) રામાનૂજ D) હેમચંદ્રાચાર્ય 47. ગુજરાતમાં ચૌલુક્ય શૈલીનાં મંદિરો તલદર્શનમાં નીચેના પૈકી કયા મુખ્ય અંગો ધરાવે છે ? 1. ગર્ભગૃહ 2. અંતરાલ 3. મંડપ A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 48. ..............નું વચન “જાતિ પતિ પૂછે નહીં કોઈ, હરિકો ભજે સો હરિકા હોઈ”, ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું. A) મીરાબાઈ B) સ્વામી રામાનંદ C) દયારામ D) શામળ 49. “મારે શ્યામરંગ સમીપે ન જાવું” - કોની પંક્તિઓ છે ? A) નરસિંહ મહેતા B) મીરાબાઈ C) દયારામ D) શામળ 50. રાજસ્થાની અને પહાડી શૈલીઓ કઈ કલાની શૈલીઓ છે ? A) સંગીત B) નૃત્ય C) ચિત્રકલા D) યુધ્ધ Your score is