GPSC STI 139/2020-21 Mock Test, GPSC Mock Test Free March 19, 2025June 24, 2024 by Job Bhumi GPSC STI 139/2020-21 Quiz (Full) Name of the Post : State Tax Inspector Class-3 Advertisement No : 139/2020-21 Preliminary Test Held On : 08-08-2021 Marks : 200 (Full Paper) 1. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. મૃદુભાંડો (pottery) ના પ્રકારો પરથી ભારતના તામ્ર-કાંસ્ય યુગની સંસ્કૃતિઓને બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે - પાંડુભાણ્ડ સંસ્કૃતિઓ અને રક્તભાણ્ડ સંસ્કૃતિઓ. 2. બલુચિસ્તાનની ક્વેટા સંસ્કૃતિના મૃદુભાંડો પર કાળા રંગમાં ભૌમિતિક આકૃતિઓ ચીતરેલી છે. 3. પંજાબમાં સિંધુ નદીના તટ નજીક આવેલા હડપ્પા ગામ પાસેના ખંડેરોમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યાં છે. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2અને 3 2. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) (A) પાલિ ત્રિપિટકમાંના “અંગુત્તર નિકાય” ગ્રંથમાં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. B) (B) જૈન “ભગવતી સૂત્ર''માં સોળ મહાજનપદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. C) (A) અને (8) બને. D) (A) અને (B) પૈકી કોઈ નહીં. 3. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં “સૂત્ર-પિટક'” નામના સંગ્રહમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. 2. તીર્થકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે. 3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 4. મોર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દ અર્થ 1. અક્ષપટલ a. ખાણ 2. આકર b. દફતર 3. કર્માન્તા c. કતલખાનું 4. સૂવના d. કારખાનું A) 1 - a, 2 - b, 3 - c, 4 - d B) 1 - b, 2 - a, 3 - d, 4 - c C) 1 - c, 2 - d, 3 - a, 4 - b D) 1 - d, 2 - c, 3 - b, 4 - a 5. નીચેના પૈકી કયા સ્તૂપો અશોકના સમયના ઈંટેરી સ્તૂપો છે ? 1. સારનાથ 2. સાંચી 3. બૈરાટ A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 6. .......... એ પાણિનિસૂત્રોના પૂરવણીરૂપે વાર્તિકો લખ્યાં. A) કૌટિલ્ય B) બિંદુસાર C) અશોક D) કાત્યાય 7. ગુપ્ત સમ્રાટોએ નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ પડાવ્યાં હતાં ? 1. સુવર્ણ 2. ચાંદી 3. તાંબુ A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 8. ગુજરાતના મૈત્રકોની સત્તા મહારાજાધિરાજ બુધગુપ્તે .......... ના રાજયાભિષેકને અનુમતી આપતા અસ્તિત્વમાં આવી. A) ભટાર્ક B) વૃષભદેવ C) દ્રોણસિંહ D) ધ્રુવસેન 9. આબુ ઉપર .......... ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ “વિમલ-વસહિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું. A) ભીમદેવ પહેલો B) કર્ણદેવ પહેલો C) સિધ્ધરાજ D) કુમારપાળ 10. નીચેના પૈકી કયાં નામ / બિરૂદ સિધ્ધરાજ જયસિંહ સાથે સંકળાયેલાં છે ? 1. ત્રેલોક્યગંડ 2. સિધ્ધચક્રવર્તી 3. બર્બરકજિષ્ણુ A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 11. શાકંભરીના ચાહમાન રાજા અર્ણોરાજ પરાજય એ .......... નું સુપ્રસિધ્ધ પરાક્રમ છે. A) કર્ણદેવ B) કુમારપાળ C) ભીમદેવ બીજો D) મૂળરાજ બીજો 12. લૉર્ડ વિલિયમ બેન્ટિક લગતાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તેઓએ પીંઢારાની ટોળીઓને નાબુદ કરી. 2. તેઓ કંપની સરકારમાં ઉચ્ચ કક્ષાની નોકરીઓમાં શિક્ષિત હિંદુઓને નોકરી આપનાર પ્રથમ ગવર્નર જનરલ હતા. 3. વાટાઘાટોના પરિણામે પંજાબના રણજીતસિંહ અને બેન્ટિક વચ્ચે એક કરાર થયો જે સાત વર્ષ ટક્યો હતો. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 13. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા-દ્વારકા વિસ્તારોમાં વાઘેર .......... ની આગેવાની હેઠળ વિપ્લવી પ્રવૃત્તિઓ થઈ હતી. A) જોધા માણેક B) ઠાકોર સૂરજમલ C) વાલજી D) મગનજી 14. ....... એ “સંવાદ કોમુદી'' નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું. A) કેશવચંદ્ર સેન B) રવિન્દ્રનાથ ટાગોર C) રાજા રામમોહનરાય D) ડૉ. આત્મારામ પાંડુરંગ 15. બ્રિટીશ શાસન દરમ્યાન નીચેના પૈકી કઈ વસુલાત પધ્ધતિ / પધ્ધતિઓમાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો ? A) મહાલવારી B) રૈયતવારી C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 16. 1851 થી 1880ના સમયમાં ભારતમાં કાપડ ઉદ્યોગ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. તે સમયગાળામાં મોટા ભાગની મિલો કાંતણ (સ્પિનિંગ) મિલો હતી. 2. રૂમાંથી સૂતર બનાવવામાં આવતું પણ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું નહીં. 3. મોટા ભાગની મૂડી ભારતીય હતી, તેથી સ્વાભાવિક રીતે આ ઉદ્યોગ પર ભારતીય ઉદ્યોગપતિઓનો કાબુ હતો. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 17. વિદેશમાં શ્યામજી કૃષ્ણવર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં નીચેના પૈકી કોનો સાથ મળ્યો હતો ? 1. સાવરકર 2. મદનલાલ ઢીંગરા 3. સરદારસિંહ રાણા A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 18. જોડકાં જોડો. 1. લાલા લાજપતરાય a. “લીડર” 2. મદનમોહન માલવિયા b. “ધી પીપલ" 3. શ્રીમતી એની બેસન્ટ c. “કેસરી'' 4. લોકમાન્ય તિલક d. “ન્યુ ઈન્ડિયા” A) 1 - b, 2 - a, 3 - d, 4 - c B) 1 - a, 2 - b, 3 - d, 4 - c C) 1 - d, 2 - a, 3 - b, 4 - c D) 1 - a, 2 - d, 3 - c, 4 - b 19. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા. 2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં. 3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજય પક્ષ'' નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ''ના ટૂંકા નામે ઓળખાયો. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 20. નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતો ? A) 1930 B) 1931 C) 1932 D) 1933 21. ગામડામાં ગાંધીજીનો સત્યાગ્રહનો સંદેશો ફેલાવવા દાંડીકૂચની આગળ ગયેલ સરદાર વલ્લભભાઈની સરકારે .......... ગામેથી ધરપકડ કરી અને તેમને ત્રણ માસની સજા કરી. A) બોરસદ B) ધારીસણા C) રાસ D) બારડોલી 22. હિન્દ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં જ નીચેના પૈકી કયા રાજ્યોએ વધારે સારી શરતો મેળવવાની ઈચ્છાથી પાકિસ્તાન સાથે જોડાવા માટેની હિલચાલ શરૂ કરી ? 1. જૂનાગઢ 2. જોધપુર 3. જેસલમેર A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 23. સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)-l સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે .......... ની નિયુક્તિ કરવામાં આવી. A) વિક્રમ સારાભાઈ B) ડૉ. હોમી ભાભા C) ડો. શાંતિસ્વરૂપ ભટનાગર D) ડૉ. મેનન 24. દુષ્કાળમાં રાહત આપવા .......... એ “ભાવનગર દરબાર બેંક''ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી. A) જશવંતસિંહજી ભાવસિંહજીભાવસિંહજી B) તખ્તસિંહજી જશવંતસિંહજી C) ભાવસિંહજી બીજા D) કૃષ્ણકુમારસિંહજી 25. ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલવે” બાબતે નીચેના પૈકી કયું / ક્યા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) સો પ્રથમ રેલ્વે માર્ગ ડભોઈ અને મીયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો. B) પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી. C) (A) અને (B) બન્ને D) (A) અને (8) પૈકી કોઈ નહીં અનુ-મૌર્ય કાળની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 26. 1. સંસ્કૃત નાટકોમાં શિષ્ટ વર્ગના પાત્રો માટે સંસ્કૃતનો અને પ્રાકૃત વર્ગના પાત્રો માટે માગધી, શૌરસેની અને મહારાષ્ટ્રી જેવી પ્રાકૃત ભાષાઓનો પ્રયોગ કરવામાં આવતો. 2. કવિવર કાલિદાસની પહેલાનાં સંસ્કૃત કવિઓમાં કવિ ભાસ અગ્રિમ સ્થાન ધરાવે છે. 3. ભાગવત સંપ્રદાયમાં ભગવાન વાસુદેવ કૃષ્ણના અવતારોમાં નકુલીશ-લકુલીશ અવતાર લોકપ્રિય ગણાતો. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 2 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 27. એલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં .......... કહે છે. A) પંચવટી B) વિશ્વકર્મા ગુફા C) પાલવ ઝોપડી D) મૈત્રેય ગુફા 28. 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી ? 1. સિંહાસન બત્રીસી 2. રામવિજય 3. નંદબત્રીસી A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 29. ચૌલુક્ય સ્થાપત્ય-સ્વરૂપના લક્ષણો લગતાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) સોલંકી રાજયના સમય દરમ્યાન નાગરરીલીનું પ્રાદેશિક સ્વરૂપ પૂર્ણતઃ ઘડાયું. B) ગર્ભગૃહના તલમાનમાં અંદરનો ભાગ વર્તુળ આકારનો હોય છે. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 30. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) શકો, કુષાણો, આભીરો, હૂણો વગેરે વિદેશી પ્રજાઓના આગમન, વસવાટ અને શાસનના લીધે ભારતીય ચિત્રકલા મરીપરવારી B) જૈન ગ્રંથોમાં કલ્પસૂત્ર અને કાલકાચાર્ય કથાની અનેક સુંદર સચિત્ર હસ્તપ્રતો મળી આવેલ છે. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 31. જોડકાં જોડો. 1. મેર a. સાંતી દોડ 2. કચ્છી રબારીઓ b. ઊંટ દોડ 3. ભાલ પ્રદેશના ખેડૂતો c. ઘોડા દોડ A) 1 - a, 2 - b, 3 - c B) 1 - c, 2 - b, 3 - a C) 1 - c, 2 - a, 3 - b D) 1 - b, 2 - a, 3 - c 32. “અતલસ” .......... નો પ્રકાર છે. A) સંગીતવાઘ B) ઘરેણાં C) કાપડ D) લોકનૃત્ય 33. .......... ના દિવસે ગુજરાતના ગામેગામાં હોળી પ્રગટાવવામાં આવે છે. A) વૈશાખ સુદ સાતમ B) આસો વદ પુનમ C) માગશર સુદ પુનમ D) ફાગણ સુદ પુનમ 34. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) હળોતરા છોટાઉદેપુરના આદિવાસીઓનો લગ્તોત્સવ છે. B) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ઉજવાતો પલ્લી મહોત્સવ પંચબલિની પૂજા સૂચવે છે. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 35. શેણી-વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ .......... સારું વગાડતો. A) એકતારો B) રાવણહથ્થો C) સુરંદો D) જંતર 36. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) સંવતના પંદરમા અને સોળમા સૈકામાં તથા ત્યારપછીના કાળમાં બંધાયેલા હિન્દુ તથા જૈન મંદિરના બાંધકામના કારીગરો સોલંકી શૈલીનું મૂર્તિવિધાન કે રુપકામ ભૂલી જતાં મૂર્તિવિધાનમાં લોકકળાનું અનુકરણ કર્યું. B) ગુજરાતમાં કાષ્ઠ મંદિરનું કામ મહંમદ ગઝનીના આક્રમણ પછી લગભગ અટકી ગયું હોય તેમ કહી શકાય. છતાં નાના દેવમંદિરો, ઘરમંદિરો, ઘર-દેરાસરો વગેરે બ્રિટિશરોના આગમન સુધી સંપૂર્ણ કાષ્ઠના જ બનતાં. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 37. .......... ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે. A) ભાવનગર જિલ્લાના ચમારડી B) પાટણ જિલ્લાના મેત્રાણા C) સાબરકાંઠા જિલ્લાના મોહનપુર D) બનાસકાંઠા જિલ્લાના બાલારામ 38. .......... ૫૨ 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે. A) ગિરનાર B) ચોટીલા C) ઈડરિયા ગઢ D) પાવાગઢ 39. એક સમયે .......... રમકડાં ઉદ્યોગમાં અગ્રણી રહ્યું હતું. ત્યાં આખી ખરાદી બજાર ઊભી થઈ હતી અને દૂર દૂરનાં શહેરોમાંથી વેપારીઓ રમકડાં ખરીદવા માટે ઊમટી પડતાં. A) જામનગર B) ભાવનગર C) બોટાદ D) ઈડર 40. જોડકાં જોડો. લેખક કૃતિ 1. વર્ષા અડાલજા a. પરપોટાની આંખ 2. કુંદનીકા કાપડીયા b. વિરાટ ટપકું 3. સરોજ પાઠક c. પરોઢ થતાં પહેલાં 4. ઈલા આરબ મહેતા d. માટીનું ઘર A) 1 - a, 2 - b, 3 - c, 4 - d B) 1 - a, 2 - b, 3 - d, 4 - c C) 1 - d, 2 - c, 3 - b, 4 - a D) 1 - d, 2 - c, 3 - a, 4 - b 41. ગાયગોરીના મેળા બાબતે નીચેના પૈકી કયું/ કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) ગાયગોરીનો મેળો ગોદરી પડવાના મેળા તરીકે પણ ઓળખાય છે. B) પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે આ મેળો ઉજવાય છે. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 42. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું. B) પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે. C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 43. દરિયા માથે સહેલ કરનાર ખારવા અને વેપારીઓ દરિયાઈ દેવી .......... ને માને છે. A) રાંદેલ માતા B) વિધાત્રી દેવી C) શિકોતરી માતા D) મેલડી માતા 44. જોડકાં જોડો. દેવ-દેવી વાહન 1. લક્ષ્મી માતા a. બકરો 2. મેલડી માતા b. ઘુવડ 3. રાંગળી માતા c. વરૂ 4. વીહત માતા d. કાચબો A) 1 - a, 2 - b, 3 - c, 4 - d B) 1 - b, 2 - a, 3 - d, 4 - c C) 1 - d, 2 - c, 3 - b, 4 - a D) 1 - d, 2 - c, 3 - a, 4 - b 45. ઠાકર્યા ચાળો કયા પ્રકારનું લોકનૃત્ય છે ? A) મેરાયો B) ડાંગી C) મેરનૃત્ય D) ભવાઈ 46. ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ? A) જગન્નાથજીનું મંદિર B) અંબાજી C) સોમનાથ D) દ્વારકા 47. નીચેના પૈકી કયા સ્થળોનો બોધ્ધ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે ? 1. સિયોત ગુફાઓ 2. તારંગા ડુંગર 3. બાલારામ A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 48. પોળોનું જંગલ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તે હરણાવ નદીને કાંઠે આવેલું સ્થળ છે. 2. આ સ્થળે ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન બૌધ્ધ મંદીરો આવેલાં છે. 3. આ સ્થળે પથ્થરમાંથી કંડારાયેલી કલાત્મક છત્રીઓ જોવા મળે છે. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 2 અને 3 D) 1, 2 અને 3 49. કલાત્મક સર્જનનું કેન્દ્ર એવું “ફલો આર્ટ ગેલેરી'' નીચેના પૈકી કયા સ્થળે આવેલી છે ? A) વલ્લભવિદ્યાનગર, આણંદ B) ભૂજ, કચ્છ C) લોથલ D) નિનાઈ, નર્મદા 50. તેરા હેરીટેજ વીલેજ નીચેના પૈકી કયા જિલ્લામાં આવેલું છે ? A) સાબરકાંઠા B) કચ્છ C) પાટણ D) સુરેન્દ્રનગર Your score is GPSC STI 28/2024-25 Mock Test, GPSC Mock Test FreeGPSC DySO 27/2020-21 Mock Test, GPSC Mock Test FreeGPSC DySO 10/2022-23 Mock Test, GPSC Mock Test FreeGPSC Jailor Group-I (Male), Class-2 14/2024-25 Mock Test, GPSC Mock Test FreeGPSC Assistant Manager, Class-3 (GSCSCL) 29/2024-25 Mock Test, GPSC Mock Test Free