પ્રાચીન ભારતીય ઇતિહાસના પુન:નિર્માણ માટેના સ્ત્રોત તરીકે વિદેશી પ્રવાસીઓના વૃતાંતના મહત્વની વિવેચનાત્મક ચકાસણી કરો.

ભારતના ઇતિહાસના પિતા મેગસ્થનીઝ એક વિદેશી પ્રવાસી હતા. તેથી ખ્યાલ આવે છે કે પ્રાચીન ભારતીય ઇતિહાસનું પુન:નિર્માણ કરવા તેમના સ્ત્રોત કેટલા મહત્વપુર્ણ છે.

પ્રાચીન વિદેશી પ્રવાસીઓ

1. મેગસ્થનીઝ

મૌર્યના સમયે ઈ.સ. પૂર્વે 302થી 292 દરમિયાન ભારતમાં આવ્યાં. એક રાજદૂત તરીકે આવી તેમણે ભારતના સમાજના 7 વર્ગોમાં વર્ણિત કર્યું.

    સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ અને કલા અને વારસાનો વૃત્તાંત તેમની બૂકમાંથી મળે છે. ઇન્ડીકા બુક 7 ભાગમાં વહેંચાયેલ છે.

    2. ફા-હિયાન : ચંદ્રગુપ્ત – ગુપ્ત સામ્રાજ્ય

    તેઓ ચંદ્રગુપ્ત દ્વિતિયના સમયે ભારતમાં આવ્યા. ફો-ક્વોકી નામના ગ્રંથમાં ભારતનો વૃતાંત ગુપ્ત સમયના ભવ્ય મહેલો અને રાજયવ્યવસ્થાનું વર્ણન. ચાંડાલ લોકો, વૈશ્ય અને સતીપ્રથા જેવા રિવાજોનો વિશેષ ઉલ્લેખ.

    3. ટોલેમી

    તેઓ ઈ.સ. 3જી સદીમાં ભારત આવ્યાં. ભારતના ભુગોળનો વિશેષ ઉલ્લેખ. તેમણે ભારતના લોકો માટે ભૂગોળની જાણકારી મેળવવાનું જ્ઞાન આપ્યું.

    4. હ્યુ-એન-ત્સાંગ

    હર્ષવર્ધનના સમયે ચીની યાત્રી હતા, તેમનું પુસ્તક સિયુકી. તે સમયના ભારતના સમાજનું વર્ણન. જેમાં સતીપ્રથા અને વેશ્યા જાતિનું વર્ણન. ધાર્મિક શિક્ષણ, નાલંદા વિદ્યાપીઠ અને બુદ્ધ ધર્મના પ્રચારનો ખાસ ઉલ્લેખ.

    5. ઈત્સિંગ

    ચીની યાત્રી, જે હ્યુ-એન-ત્સાંગ બાદ ભારત ભ્રમણ કરે છે. તેમણે બૌદ્ધધર્મના પતન અને બ્રાહ્મણ ધર્મના સુધારા અંગે વર્ણન કર્યું છે. ખાસ કરીને ઉત્તર ભારત અને પૂર્વ ભાગના રાજયવ્યવસ્થાનો ઉલ્લેખ મળી આવે છે.

    6. અન્ય

    ડેમીસીસ – જે બિંદુસારના સમયે ગ્રીક રાજદૂત તરીકે નિયુક્ત થયા. તેમણે મૌર્ય સામ્રાજ્ય વ્યવસ્થાનો વૃતાંત રજૂ કર્યો.

      આમ પ્રાચીન ભારતના ઇતિહાસના સમાયાવિધિને પુનઃરચવા આ વિદેશી યાત્રીઓનો વર્ણન એક વિશ્વાસુ સ્ત્રોતની ગરજ સારે છે.