GPSC DySO 10/2022-23 Paper Quiz July 2, 2024 by Job Bhumi GPSC Dyso 10/2022-23 Quiz Name of the Post : Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 Advertisement No : 10/2022-23 Preliminary Test Held On : 16-10-2022 1. સિંધુ તટપ્રદેશને મેસોપોટેમીયન્સ (Mesopotamians) એ .......... નામ આપ્યું. A) મિહિર (Mihir) B) મિત્ર (Mitra) C) અક્કડ (Akkad) D) મેલુહા (Meluha) 2. મેગેસ્થનીસે .......... ને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તેના રાજદૂત તરીકે મોકલ્યા હતા. ( *Question Canceled by GPSC) A) સીબીટીયસ (Sibytius) B) એન્ટીગોનસ (Antigonus) C) સેલીયુક્યુસ (Seleucus) D) સોફ્યુટઉ (Sophytou) 3. મૌર્ય વંશના જાણીતા બે શાસકો કોણ હતા ? 1. અશોક અને પુષ્યમિત્ર 2. અશોક અને બિંબિસાર 3. ચંદ્રગુપ્ત અને બિંદુસાર 4. ચંદ્રગુપ્ત અને અશોક ઉપરના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સત્ય છે? A) 1 અને 2 B) માત્ર 2 C) 3 અને 4 D) 4 અને 1 4. ................એ પ્રાચીન લિપિઓ અથવા લેખન પદ્ધતિઓનો અભ્યાસ છે. A) ડેમોગ્રાફી (Demography) B) પેલેગ્રાફી (Palacography) C) ન્યુમીસમેટીકસ (Numismatics) D) ઉપરોક્ત પૈકી એક પણ નહીં 5. ...................એ બારાબાર (Barabar) ટેકરીઓમાં ત્રણ ગુફાઓ બંધાવી અને તે આજીવિકાઓ (Ajivikas)ને ભેટ આપી. A) બિંદુસાર B) અશોક C) અજાતશત્રુ D) ખારવેલ 6. ચોલા શાસકોનો પારંપરિક વિસ્તાર ...................નો મુખત્રિકોણ પ્રદેશ હતો. A) મહાનદી B) બિયાસ C) સતલજ D) કાવેરી 7. ઈ.સ. 1674માં પોંડિચેરી ખાતે ...............નું મુખ્ય કેન્દ્ર સ્થાપવામાં આવ્યું હતું. A) ડચ (Dutch) B) પોર્ટુગીઝ (Portuguese) C) ફ્રેન્ચ (French) D) અંગ્રેજો (English) 8. લોર્ડ ડેલહાઉસીએ અંતે 1856માં .....................ને જોડી દીધું. A) મૈસુર B) ઈન્દોર C) અવધ D) ત્રાવણકોર 9. “ .......................એ મારો જન્મ સિદ્ધ હક છે અને હું તે પ્રાપ્ત કરીને રહીશ.'' આ વિધાન બાલગંગાધર તિલક દ્વારા કહેવામાં આવ્યું હતું. A) સ્વરાજ B) ખોરાક C) આઝાદી D) મુક્તિ 10. રાજા રામ મોહનરાયે 1828માં કલકત્તા ખાતે .................ની સ્થાપના કરી હતી. A) આર્ય સમાજ B) દેવ સમાજ C) બ્રહ્મો સમાજ D) પ્રાર્થના સમાજ 11. 1857ના બળવાને .................એ “ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ' તરીકે વર્ણવ્યો હતો. A) આર.સી. મજુમદાર B) વી.ડી. સાવરકર C) એસ.એન. સેન D) બેંજામીન ડીઝરાયલી ((Benjamin Disraeli)) 12. હડપ્પાના રાજગઢ (Citadel)માં સૌથી ઊંચી ઈમારત ......................હતી. A) વિશાળ સ્તાનાગૃહ (Great Bath) B) અનાજનો કોઠાર (Granary) C) રહેણાંક નિવાસ (Residential quarters) D) ગટર (Drains) 13. લારકાના (Larkana) મેદાનોમાં સ્થિત મોહેં-જો-દડો નું સ્થાનિક નામ ..................છે. A) ઉત્તરજીવીનો ટેકરો (Mound of the survivor) B) સિંધનો ટેકરો (Mound of Sindh) C) મૃતકોનો ટેકરો (Mound of the dead) D) સંસ્કૃતિનો ટેકરો (Mound of civilization) 14. સુલતાન મહંમદ બેગડાના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. તે ગુજરાતના સર્વે રાજાઓમાં શ્રેષ્ઠ હતો. 2. તેણે કોઈપણ મંત્રીના પ્રભાવ સિવાય શાસન કર્યુ હતું. 3. તેણે ગિરનાર અને ચાંપાનેરના કિલ્લાઓ (પોતાના રાજય ક્ષેત્રમાં) જોડી દીધા હતા. 4. તેણે તેના સામ્રાજયમાં વૃક્ષોના વિકાસને નિરૂત્સાહિત કર્યો હતો. ઉપરના વિધાન/વિધાનો પૈકી કયા સત્ય છે ? A) 1 અને 2 B) 1 અને 4 C) 1, 2 અને 4 D) 1, 2 અને 3 15. શિકાગો ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં વિવેકાનંદે કયારે હાજરી આપી હતી ? A) 1872 B) 1890 C) 1893 D) 1901 16. નીચેના પૈકી કોણ મહાત્મા ગાંધીના 'રાજકીય ગુરૂ' હતા ? A) બી. જી. તિલક B) ગોપાલકૃષ્ણ ગોખલે C) દાદાભાઈ નવરોજી D) એસ.એન. બેનરજી 17. ગદર પક્ષનું મુખ્યાલય નીચેના પૈકી કયા દેશમાં સ્થિત હતું ? A) ભારત B) ચીન C) નોર્વે D) સંયુક્ત રાજય અમેરિકા 18. ઈ.સ. 1902માં ગુજરાતના કયા સ્થળે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અઢારમું સત્ર આયોજવામાં આવ્યું હતું ? A) સુરત B) અમદાવાદ C) બરોડા D) ગાંધીનગર 19. ભારતના વિભાજન સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કોણ હતા ? A) જવાહરલાલ નહેરૂ B) વલ્લભભાઈ પટેલ C) મૌલાના અબ્દુલ કલામ આઝાદ D) આચાર્ય જે. બી. કૃપલાની 20. નીચેના પૈકી કયા સ્વાતંત્રય સેનાનીએ જય હિંદનું સૂત્ર આપ્યું હતું ? A) જવાહરલાલ નહેરૂ B) બાલગંગાધર તિલક C) સરદાર પટેલ D) સુભાષચંદ્ર બોઝ 21. ભારતમાં ...................ને રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) તરીકે ઉજવવામાં આવે છે. A) મહાત્મા ગાંધીનો જન્મદિવસ B) સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ C) એમ. જી. રાનડેનો જન્મદિવસ D) દાદાભાઈ નવરોજીનો જન્મદિવસ 22. ક્રિપ્સ મિશન સાથેના કોંગ્રેસના સત્તાવાર વાટાઘાટકારો નીચેના પૈકી કોણ હતા ? A) મહાત્મા ગાંધી અને સરદાર પટેલ B) આચાર્ય જે. બી. કુપલાની અને સી. રાજગોપાલાચારી C) પંડિત નેહરૂ અને મૌલાના આઝાદ D) ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને રફી અહેમદ કિડવાઈ 23. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા ? A) ડૉ. રાજેન્દ્રપ્રસાદ B) સી. રાજગોપાલાચારી C) જવાહરલાલ નહેરૂ D) એસ. સી. બોઝ 24. 1953માં રચાયેલા “રાજય પુનર્ગઠન આયોગ'નું નેતૃત્વ કોણે કર્યું હતું ? A) ફઝલ અલી B) કે. એમ. પાનીકર C) શ્રી ક્રિષ્ણા D) એમ. સી. મહાજન 25. યુ. એન. ઢેબરના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો. 1. યુ. એન. ઢેબરે 1948 થી 1954 દરમ્યાન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 2. તેઓ 1955 થી 1959 સુધી કોંગ્રેસના પ્રમુખ હતા. 3. તેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગના અધ્યક્ષ હતા. 4. તેઓને પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપર આપેલા વિધાનો પૈકી કયા વિધાનો સત્ય છે ? A) 1 અને 3 B) 1 અને 4 C) 1, 2 અને 4 D) 1, 2, 3 અને 4 26. તેરમી સદીના અંતમાં કાકટીયા (Kakatiya) સામ્રાજ્યની મુલાકાત લેનાર વિદેશી મુસાફરનું નામ શું હતું ? A) ઈબ્ન બટુટા (Ibn Battuta) - મોરક્કન (Moroccan) B) માર્કો પોલો (Marco Polo) - ઈટાલીયન (Italian) C) ફાન્કોઈસ બેરનીયર (Francois Bernier) - ફાન્સ (French) D) નિકોલો ડી કોન્ટી (Niccolo de Conti) - ઈટાલીયન (Italian) 27. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (The Archacological Survey of India)...................ના નેજાં (aegis) હેઠળ આવે છે. A) વિદેશ મંત્રાલય B) ગૃહ મંત્રાલય C) પ્રવાસન મંત્રાલય D) સંસ્કૃતિ મંત્રાલય 28. બંધારણનો કયો અનુચ્છેદ “રાષ્ટ્રીય મહત્ત્વના સ્મારકો અને સ્થળો અથવા વસ્તુઓના રક્ષણ” સાથે સંબંધિત છે ? A) અનુચ્છેદ 49 B) અનુચ્છેદ 48 C) અનુચ્છેદ 47 D) અનુચ્છેદ 46 29. શક સંવત પ્રમાણે સામાન્ય રીતે ગણેશ ચતુર્થી કયા મહિનામાં આવે છે ? A) કારતક B) શ્રાવણ C) ભાદરવા D) અષાઢ 30. કેટલીક બૌદ્ધ શિલાકૃત ગુફાઓ ચૈત્ય (Chaityas) કહેવાય છે જયારે અન્ય કેટલીક વિહાર (Viharas) કહેવાય છે. આ બંને વચ્ચે શું તફાવત છે ? A) તે બંને વચ્ચે કોઈ ભૌતિક (material) તફાવત નથી. B) ચૈત્ય એ ગુફાના છેડે આવેલો સ્તૂપ છે જયારે વિહાર એ તેની તરફનો અક્ષીય હોલ છે. C) ચૈત્ય એ પૂજાનું સ્થાન છે જયારે વિહાર એ સાધુઓનું નિવાસ સ્થાન છે. D) વિહાર એ પૂજાનું સ્થાન છે જ્યારે ચૈત્ય એ સાધુઓનું નિવાસ સ્થાન છે. 31. નીચે આપેલ જોડીઓ ધ્યાનમાં લો. 1. મોહિનીઅદ્ટમ - ઓરિસ્સા 2. યક્ષગણ - કર્ણાટક 3. ગરબા - ગુજરાત ઉપરના પૈકી કઈ જોડી/જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ? A) માત્ર 1 B) માત્ર 1 અને 3 C) માત્ર 2 અને 3 D) 1, 2 અને 3 32. આપેલ યોગ્ય કોડ પસંદ કરી યાદી-I ને યાદી-II સાથે જોડો. યાદી-I યાદી-II a. મોટા જાગીરદારોને ફાળવવામાં આવેલી જમીન 1. જાગીરદારી પદ્ધતિ b. ભાડા ઉઘરાતદારના મહેસૂલી ખેડૂતોને ફાળવવામાં આવેલી જમીન 2. રેયતવારી પદ્ધતિ c. પેટા પાડે, ગીરવે, તબદીલી, ભેટ અથવા વેચાણના અધિકાર સાથે 3. મહાલવારી પદ્ધતિ દરેક ખેડૂતને ફાળવવામાં આવેલી જમીન d. ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ મહેસૂલી સમાધાન 4. જમીનદારી પદ્ધતિ A) a - 1, b - 3, c - 2, d - 4 B) a - 3, b - 4, c - 1, d - 2 C) a - 2, b - 1, c - 3, d - 4 D) a - 1, b - 4, c - 2, d - 3 33. નીચેના પૈકી કઈ ફિલ્મ ભારતમાં નિર્મિત સૌ પ્રથમ બોલતી ફીચર ફિલ્મ હતી ? A) રાજા હરિશચંદ્ર B) આલમ આરા C) પુંડલિક D) હાતીમતાઈ 34. અજંતા અને મહાબલિપુરમથી જાણીતા બે એતિહાસિક સ્થળોમાં શું સમાનતા છે ? 1. બંને એક જ સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા. 2. બંને એક જ ધાર્મિક સંપ્રદાયના છે. 3. બંને શિલાકૃત સ્મારકો ધરાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો. A) માત્ર 1 અને 2 B) માત્ર 1 અને 3 C) માત્ર 3 D) ઉપરના પૈકી એક પણ નહીં 35. નીચેના પ્રાણીઓ ધ્યાનમાં લો. 1. સિંહ 2. ઘોડો 3. હાથી 4. બળદ ઉપરના પૈકી કયા પ્રાણીઓ ભારતના રાષ્ટ્રીય પ્રતીક (Emblem) જોવા મળે છે ? A) 2,3અને 4 B) 3 અને 4 C) 1, 2 અને 3 D) ઉપરોક્ત તમામ 36. પ્રથમ ગુજરાતી નવલકથા “કરણ ઘેલો'ના લેખક કોણ હતા ? A) નંદશંકર મહેતા B) કનૈયાલાલ મુનશી C) નર્મદ D) ગોવર્ધનરામ ત્રિપાઠી 37. ગુજરાતના પ્રસિદ્ધ બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકાને કયું હુલામણું નામ (nick name) આપવામાં આવ્યું હતું ? A) મુછાળી બા B) મુછાળી મા C) મારી વાલી મા D) ભૂલકાની મા 38. “નાના રાજયના રાજકુંવર પરંતુ મહાન રમતના રાજા?” - પ્રખ્યાત અંગ્રેજી નિબંધકાર એ. જી. ગાર્ડીનર દ્વારા આ વિધાન કોના માટે કહેવામાં આવ્યું હતું ? A) મનસુર અલી ખાન પકોડી B) દુલીપ સિંહ C) રણજીત સિંહ D) રાજસિંઘ ડુંગરપુર 39. નીચેના પૈકી કઈ ફિલ્મ ઓસ્કાર એવોર્ડની શ્રેષ્ઠ વિદેશી ભાષા ફિલ્મ (Best Foreign language film) કેટેગરીમાં નામાંકિત થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી ? A) રેવા B) હેલ્લારો C) વીર હમીરજી D) છેલ્લો દિવસ 40. “અડધી સદીની વાંચન યાત્રા'ના લેખક કોણ છે ? A) મહેન્દ્ર મેઘાણી B) ઉમાશંકર જોશી C) જય વસાવડા D) ફાધર વાલેસ 41. ભીમદેવ સોલંકી દ્વારા આબુ ખાતે દંડનાયક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી હતી કે જેમણે દેલવાડાના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ? A) કરણ ઘેલો B) વિમલ મંત્રી C) વસ્તુપાળ D) મૂળરાજ સોલંકી 42. ગુજરાતનું પ્રાચીનતમ સંગ્રહાલય કયું છે ? A) અમદાવાદ ખાતેનું કેલીકો સંગ્રહાલય B) બરોડા સંગ્રહાલય અને પિકચર ગેલેરી C) કચ્છ સંગ્રહાલય D) પ્રભાસ પાટણ સંગ્રહાલય 43. 'ગુજરાતની કોયલ' તરીકે કોણ જાણીતું છે ? A) કિંજલ દવે B) મલ્લિકા સારાભાઈ C) એશ્વર્યા મજમુદાર D) દિવાળીબેન ભીલ 44. હુડો (Hudo) નૃત્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી ? A) બળદ દોડ દ્વારા B) ઘેટાની લડાઈ દ્વારા C) તલવાર લડાઈ દ્વારા D) ઘોડે સવારી દ્વારા 45. ગુજરાતના ‘ભુંગરુ’ (Bhungroo) એ યુએન (UN)નો એવોર્ડ શેના માટે જીત્યો ? A) પર્યાવરણને અનુકૂળ જીવન જીવવા માટે ભૂંગા (Bhungas)ની રચના માટે B) ભૂકંપ પછી કચ્છમાં પુનર્વસનના ઉપાયો અમલમાં મૂકવા માટે C) સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ચેકડેમની રચના અને અમલીકરણની નીતિ માટે D) મહિલા ખેડૂતોને કેન્દ્રમાં રાખીને જળવ્યવસ્થાપન તકનીકીમાં નવીનીકરણ 46. સંખેડા ફર્નીચર (રાચરચીલું)ના ડિઝાઈનર કોણ છે ? A) સંખેડા સમુદાય (Sankheda community) B) સોમપુરા સમુદાય (Sompura community) C) ભીલ સમુદાય (Bhil community) D) ખરાડી સમુદાય (Kharadi community) 47. 'ભવાઈ' લોકનાટકનું નામ કેવી રીતે પડ્યું ? A) “ભાવ' (Bhava) ઉપરથી જેનો અર્થ અભિવ્યક્તિ થાય છે. B) “ભાવ' (Bhava) જેનો અર્થ લાગણીઓ થાય છે. C) “ભવાની મા" (Bhavani Ma) ઉપરથી D) ‘ભાવ’ (Bhava) ઉપરથી, જેનો અર્થ પૃથ્વી પરનું જીવન થાય છે. 48. ગુજરાતમાં હવામહલ ક્યાં આવેલો છે ? A) અમદાવાદ B) વઢવાણ C) વડોદરા D) ભૂજ 49. નીચે આપેલી જોડીઓ પ્રખ્યાત મંદિર અને તેનું સ્થળ દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ? A) રૂકમણી મંદિર - દ્વારકા B) સૂર્ય મંદિર - મોઢેરા C) ભાલકા મંદિર - પાલનપુર D) શત્રુંજય મંદિર - પાલીતાણા 50. નીચે આપેલી જોડીઓ પ્રવાસન સ્થળો અને તે સ્થળના જિલ્લા દર્શાવે છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ? A) દાદા હરી વાવ - અમદાવાદ B) ધોલાવીરા - કચ્છ C) લક્ષ્મી વિલાસ પેલેસ - વડોદરા D) ગીરા ધોધ - જૂનાગઢ 51. કેન્દ્ર સરકારની યોજના ‘SVAMITVA’ ના ટૂંકાક્ષરોમાં “ I (આઈ) " શેના માટે વપરાય છે ? A) Improvised B) Indian C) Integrated D) Improved 52. એમ. એમ. પુંછી (Punchhi) આયોગ નીચેના પૈકી કઈ બાબત સાથે સંકળાયેલું છે ? A) કેન્દ્ર-રાજય સંબંધ B) પોલીસ સુધારા C) ચૂંટણી સુધારા D) પંચાયતીરાજ Your score is