તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થયેલ મુક્ત વેપાર કરાર પછી વિદેશ વેપારમાં નવા માર્ગ ખુલશે. ભારતે અમેરિકા સાથે પણ મુક્ત વેપાર કરાર કરીને વિદેશ વેપારને નવી દિશા આપી છે.
ભારતના વ્યુહાત્મક રોકાણો
ભારતમાંથી અન્ય દેશોમાં રોકાણની વાત કરતા આર્થિક સર્વેક્ષણ વિભાગ જણાવે છે કે ભારતનો વર્ષ 2021-22માં 17.53 બિલિયનનું વિદેશમાં રોકાણ હતું. જ્યારે ચાલુ વર્ષ 2022-23માં પ્રથમ 6 માસમાં 9523 મિલિયનનું રોકાણ થયું છે.
ભારતે તેલ આયાતની નિર્ભરતા ઘટાડવા માટે ઈરાનના ચાબહાર પોર્ટ સાથે તાજેતરમાં mou કર્યા છે. જેમાં આગામી 10 વર્ષ માટે ભાડે રાખીને પોર્ટનો ઉપયોગ કરશે.
ભારતના મિત્ર રાષ્ટ્ર એવા શ્રીલંકાને આર્થિક મદદ કરી ચીનનું પ્રભુત્વ ઘટાડવા કોલંબો પોર્ટ માટે ભારતે આયાત નિકાસના કરાર કર્યા છે.
ભારતની લોખંડની આયાત જે પૂર્વ દિશામાં હુગલી કોલકાતા બંદરે થાય છે. તેના માટે બાંગ્લાદેશના ચટોગ્રામ અને માંગ્લા પોર્ટ સાથે કરાર કરીને ભારતે વ્યૂહાત્મક દ્રષ્ટિએ 1200kmના અંતરને ઘટાડીયું છે.
તાજેતરમાં ભારતની અદાણી કંપની દ્વારા વિદેશમાં હૈફા પોર્ટ-ઇઝરાયેલ સાથે ભાગીદારી કરીને મલ્ટીમોડેલ કાર્ગો પોર્ટ માટે રોકાણ કર્યું છે. જે ભારતનું શ્રેષ્ઠત્તમ પોર્ટ રોકાણ કહી શકાય.
પૂર્વના રાજ્યોને અર્થવ્યવસ્થામાં જોડવા અને જાપાન, જર્મની જેવા દેશો સાથે ઓટોમોબાઈલ આયાતને પ્રોત્સાહન આપવા મ્યાનમારના સિથવે પોર્ટમાં ભારતે રોકાણ કર્યું છે.
તાજેતરમાં OiL Videsh ltd દ્વારા અન્ય દેશોમાં તેલના કુવાની રિફાઈનરી દ્વારા mou કરવામાં આવ્યા છે.
વર્ષ 2025 સુધી મંગોલીયા પોર્ટ પર પ્રથમ ઓઇલ રિફાઈનરી સ્થાપિત કરવા ભારતે રોકાણ કર્યું છે. જે ભારતની આર્થિક વ્યૂહરચના દર્શાવે છે.
GAIL લિમિટેડ દ્વારા વિવિધ 5 દેશોમાં રોકાણ માટે 74.15 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.
સરકારે તાજેતરમાં ભારત મધ્ય-પૂર્વ યુરોપ કોરિડોર માટે mou કર્યા જેના કારણે ભારતનો અન્ય બંદરો સાથેનો રોકાણ વધશે.
પડકારો
1. ભારત માટે ચીનનું વધતું પ્રભુત્વ જેમ કે શ્રીલંકામાં પોર્ટ પર કબ્જો.
2. હુથી હુમલા જેના કારણે દરિયામાં તસ્કરી જેવી ઘટના
3. આધુનિક સુરક્ષા વ્યવસ્થાનો અભાવ
4. વહાણનું વધુ પડતો ટર્નઅરાઉન ટાઈમ
આમ ભારતે આર્થિક વ્યૂહરચના અપનાવીને વિવિધ દેશોના બંદરો પર આયાત નિર્ભરતા ઘટાડવા પેટ્રોલ-ડીઝલ જેવી જરૂરી વસ્તુઓમાં રોકાણ કર્યું છે. ઉપરાંત ભારતની નવરત્ન કંપનીઓ જેવી કે રિલાયન્સ દ્વારા વિદેશમાં આંતરમાળખું ઉભું કરવા અંગે રોકાણ કરવામાં આવ્યું છે.