સામાન્ય રીતે સહિષ્ણુતા એ વ્યક્તિગત ધારણા અને વિચાર પર આધારિત છે. જ્યારે પૂર્વગ્રહએ સામાજિક પરિપેક્ષમાં જોવા આવે છે. બંને વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે. સહિષ્ણુતાએ વ્યક્તિની ધારણા, સંસ્કૃતિ, ધર્મ, જાતિ વગેરે સ્વીકારે છે, પરંતુ પૂર્વગ્રહ બધા વચ્ચે ભેદભાવ કરે છે.
સહિષ્ણુતા એટલે શું?
આપણા બંધારણમાં જ ધર્મસહિષ્ણુતા શબ્દ જોવા મળે છે. જે દર્શાવે છે કે દેશ માટે બધા ધર્મ સરખા છે. એવી જ રીતે ધર્મ, જાતિ અને જ્ઞાતિ વગેરેના ભેદભાવને દૂર કરવાનો તથ્ય પણ સહિષ્ણુતા છે.
પૂર્વગ્રહનો અર્થ
સહિષ્ણુતાથી વિરુદ્ધ પૂર્વગ્રહ એટલે લોકો વચ્ચે ઉંમર, ધર્મ, જાતિ અને જ્ઞાતિ વગેરે દ્વારા ભેદભાવ કરવો.
સહિષ્ણુતા અને પૂર્વગ્રહ વચ્ચેનો તફાવત
સામાન્ય રીતે વ્યક્તિના સહિષ્ણુતાના ગુણો તેને સમાજમાં સંબંધો બનાવવામાં મદદ કરે છે. જેના માટે તેનો શિક્ષણ, કુંટુંબનો વાતાવરણ અને સમાજ જવાબદાર હોય છે. પરંતુ જો વ્યક્તિને આ બધા ગુણો પ્રાપ્ત થતા નથી તો તે રૂઢિચુસ્તતા અને પૂર્વગ્રહ અપનાવે છે અને ભેદભાવ કરવાનું શરૂ કરે છે.
પૂર્વગ્રહ અને સહિષ્ણુતા બંને એકબીજાથી વિરુદ્ધ છે, કારણ કે જેમાં પૂર્વગ્રહ હશે ત્યાં સહિષ્ણુતાને સ્થાન નથી, જેમ કે સરકાર દ્વારા ગરીબી હટાવા ગરીબોને વ્યક્તિ નહીં, પરંતુ એક સાધન તરીકે જોવામાં આવે તો તેમનો વિકાસ નહીં પરંતુ વિનાશ થશે. તેથી જ વિશ્વમાં સહિષ્ણુતા દરેક સંસ્કૃતિ, વિચારધારા અને પક્ષને અપનાવે છે.
પૂર્વગ્રહ વિના સહિષ્ણુ બનવાનો માર્ગ
જો વ્યક્તિએ પૂર્વગ્રહરહિત સહિષ્ણુતા અપનાવવી હોય તો તેણે સમાજ, વર્ગ અને કુંટુંબથી જ શરૂઆત કરવી પડે. જેમ કે ઘરમાં ભાઈ-બહેન વચ્ચેનો ભેદભાવ દૂર કરવો, સમાજમાં જ્ઞાતિ અને ધાર્મિક ભેદભાવ દૂર કરવો.
આ ઉપરાંત સહિષ્ણુતા અપનાવવા વ્યક્તિએ શિક્ષણ મેળવવું પડશે. તથ્યો, માન્યતા અને ઇતિહાસના આધારે પણ પૂર્વગ્રહરહિત થઈ શકાય છે.
આ ઉપરાંત સરકારી કાયદા અને નીતિઓ જેવી કે અસ્પૃશ્યતા નાબુદી કાયદો, ઈલકાબોની નાબુદી, મહિલા અને બાળ અધિકાર, ધાર્મિક સમાનતા અને પછાત વર્ગોનું રક્ષણ જેવા કાયદા અમલમાં છે, જે આ બાબતને અનુસરે છે.
ભારતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા જયારે અનુચ્છેદ-377 સમલેંગિક સંબંધો પર ચુકાદો અપાયો ત્યારે આ ધારણા સ્વીકારનાર ઘણા લોકો હતા તો અમુક લોકોને તેનાથી વાંધો હતો. જ્યારે કેરળ હાઇકોર્ટનો શબરીમાલા કેસ સ્ત્રીઓના મંદિર પ્રવેશ અંગેનો ચુકાદો પણ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઉપરોક્ત કાયદા સમાજમાંથી પૂર્વગ્રહ દૂર કરવાના રસ્તા છે. સાથે વ્યક્તિએ અંતરમનથી સહિષ્ણુતા અપનાવવા પૂર્વગ્રહના ચક્રવ્યૂહને તોડવું પડશે.
Topic Driven from Difference between Prejudice and Discrimination in English.