નોલન સમિતિ મુજબ એક લોકસેવકમાં અમુક પ્રકારના ગુણ તો હોવા જ જોઈએ જે તેને નૈતિક રીતે સમાજ સાથે કાર્ય કરવા મદદરૂપ થાય છે. આ ગુણોમાં પ્રતિબધ્ધતા, સમર્પણ તટસ્થા, સહિષ્ણુતા, અખંડિતતા, ઈમાનદારી વગેરેનો સમાવેશ થાય છે. આ ગુણો લોકસેવક માટે નૈતિક નિર્ધારક છે. તેના થકી તે લોકોના સાથે જોડાય છે. કામ પ્રત્યે ચુસ્ત બની કર્તવ્ય નિભાવે છે.
પ્રતિબદ્ધતા
પ્રતિબદ્ધતા એટલે અમલદારશાહીના નિર્ણયો, કામો અને વહીવટ પ્રત્યે દ્રઢતા. પ્રતિબદ્ધતા બે પ્રકારની હોય છે. હકારાત્મક અને નકારાત્મક.
લોકસેવકે પોતાને મળતા હુકમો પ્રત્યે વિશ્વાસ દાખવી યોજનાઓ, વ્યવસ્થા અને કાયદાનું પાલન કરવું જરૂરી છે. જેમ કે ચૂંટણી સમયે લોકસેવક તેને મળેલ કલસ્ટરમાં હુકમ મુજબ કામગીરી કરે છે. તેમજ નિષ્પક્ષ ચૂંટણીમાં સહાયતા કરે છે.
પ્રતિબદ્ધતા લોકસેવકને તેના કાર્ય પ્રત્યે સભાન બનાવી કોઇપણ પરિસ્થિતિમાં કાર્ય કરવાની શક્તિ પ્રદાન કરે છે.
સમર્પણ
સમર્પણ એટલે પોતાના સમય, કાર્ય અને મનથી કોઈ કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધ હોવું. લોકસેવકમાં સમર્પણએ કોઈપણ બાહ્ય પ્રભાવ વિના અંતઃપ્રેરણા અને વ્યક્તિ ઈચ્છા થકી સમાજ કલ્યાણના કાર્યમાં એકીકૃત કરી દે છે.
સમર્પણ એ ‘કર્તવ્ય માટે કર્તવ્યની ભાવના‘ ચરિતાર્થ કરે છે. ઉદાહરણ. એક આર્મી સૈનિક પોતાનું ઘરબાર છોડીને દેશ માટે શહીદ થવા સરહદ પર જાય છે.
સામાજિક ચેતના
સામાજિક ચેતનાએ સમાજ સાથેનું જોડાણ દર્શાવે છે. સમાજમાં સમાનતા, આદરભાવ સાથે પોતાની ફરજો કઈ રીતે બજવવી તે સામાજિક ચેતના છે.
જેમ કે કોઈ ઝૂંપડપટ્ટીમાં કે દબાણ હટાવતા સમયે જાહેર સેવક દ્વારા વૃદ્ધ અને મહિલાઓને સમય અવધિ આપવમાં આવે છે.
જાહેર સેવકના કાર્યો કોઈના કોઈ સમાજ સાથે જોડાયેલ હોય છે, તેથી તેણે સામાજિક ચેતના જગાડવી ખુબ જ જરૂરી છે.
આમ પ્રતિબધ્ધતા અને કર્તવ્યની પ્રતિબદ્ધતા (સમર્પણ) અને સામાજિક ચેતનાએ લોકસેવકને સમાજના કલ્યાણ માટે કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડે છે.