ગુજરાતના પ્રાચીન મંદિરોની સ્થાપત્ય સ્વરૂપ અને શૈલીઓ વિગતવાર સમજાવો

ગુજરાતના પ્રાચીન મંદિરોની સ્થાપત્ય સ્વરૂપ અને શૈલીઓ

પ્રાચીનકાળથી ગુજરાતના મંદિરોમાં વૈવિધ્ય જોવા મળે છે. સિંધુખીણની સંસ્કૃતિથી માંડીને આધુનિક અંગ્રેજોના સમયના સ્થાપત્યો ગુજરાતમાં જોવા મળે છે. જેમાં મંદિરોનું સ્વરૂપ ખૂબ જ બદલાતું રહ્યું છે.

ગુજરાતના પ્રાચીન મંદિરોનું સ્વરૂપ

ગુજરાતમાં સિંધુખીણની સંસ્કૃતિ સમયે કોઈ ધર્મ ન હોવાથી માત્ર પથ્થરોની મૂર્તિની જ ઘરમાં પૂજા થતી જોવા મળે છે.

વૈદિક સભ્યતાના મંદિરો આજે ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, જેમ કે ગુજરાતમાં દ્વારિકાના અવશેષો દરિયામાંથી પ્રાપ્ત થયેલ છે. મૌર્યકાલીન મંદિરો મુખ્યત્વે બૌદ્ધ અને જૈન ધર્મ અંગે હતા, જેમાં ગિરનાર પર આવેલ સંપ્રાંતીની ટૂંક મુખ્ય છે.

ગુપ્તયુગમાં ભારત અને ગુજરાતમાં મંદિરોના સ્વરૂપે આકાર લીધું અને નાગર અને વૈસરશૈલી ઉત્તર મધ્ય ભારતમાં વિકાસ પામી. જેમાં કુમારગુપ્ત દ્વારા નિર્માણ સ્થાપત્યોના માત્ર અવશેષો ગિરનારમાંથી પ્રાપ્ત થાય છે.

શૃંગવંશી રૂદ્રદામન-3 દ્વારા બનાવેલ દેવની મોરી બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે. ગુજરાતમાં મૈત્રકકાળમાં મંદિરો નિર્માણની શૈલીઓ વિકાસ પામી, જેમાં શરૂમાં પંચાયતન ત્યારબાદ સપ્તાયતન મંદિરો બનવા લાગ્યા.

સૌલંકી શૈલી : સૌલંકીકાળમાં આ મંદિરો તેના ઉચ્ચ સ્તરે પહોંચ્યા અને સૌલંકીશૈલીમાં દિવાલોથી સજ્જ, ગર્ભગૃહ યુક્ત મંદિરો બનવાની શરૂવાત થઈ.

ગુજરાતની મંદિર સ્થાપત્યોની શૈલીઓ

પંચાયતન શૈલી : આ શૈલીનો વિકાસ મૈત્રકકાળમાં થયો. મુખ્યત્વે મુખ્ય મંદિરની બાજુમાં 4 અન્ય દેવી-દેવતાના મંદિરની સ્થાપના કરવામાં આવતી. કાયાવરોહણ તેનું મુખ્ય ઉદાહરણ છે.

સપ્તાયતન શૈલી : આ શૈલી પણ મૈત્રકોની આગવી દેન છે. જેમાં મંદિરમાં સાત ગર્ભગૃહની સ્થાપના કરવામાં આવતી હતી. તેનું ઉદાહરણ વિષ્ણુ અને કાર્તિકેય મંદિર છે.

મારુ ગૃજર શૈલી : ગૃજર પ્રતિહાર રાજાઓ દ્વારા રાજસ્થાનથી શરુઆત. ગુજરાતમાં સૌલંકીકાળમાં વિકાસ પામી. મુખ્યત્વે મંદિરોની મૂર્તિઓને વધુ નકશીદાર બનાવવામાં આવે છે.

મંદિરોમાં આગળના ભાગે કુંડની વ્યવસ્થા કરવામાં આવતી અને મંડપોની સ્થાપના કરવામાં આવતી. ઉદાહરણ. દ્વારકા મંદિર , મોઢેર સૂર્યમંદિર.

નાગર શૈલી : નાગર શૈલી મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ ભારતમાં જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં પ્રદક્ષિણાપથ ખુલ્લો રાખવામાં આવે છે.

મંદિરોની આગળ રંગમંડપ કે મંડપની સ્થાપના. મંદિરોમાં દીવાલોની રચના. મુખ્યદેવને ગર્ભગૃહમાં સ્થાપના અને આજુબાજુ અન્ય દેવોની મૂર્તિ. સોમનાથ મંદિર, તારંગાનું મંદિર, દેલવાડાના દેરા વગેરે જૈન સ્થાપત્યોમાં તેની અસર જોવા મળે છે.

આ ઉપરાંત ગુજરાતમાં વાઘેલા-સૌલંકી સમયે જરૂરિયાત મુજબ શૈલીમાં ફેરફાર કરી મંદિરોની રચના થતી ઉપરાંત ગુજરાતમાં સલ્તનત શાસન અને મુસ્લિમ શાસન સમયે પણ ઇન્ડો-ઇસ્લામિક અસરો મંદિરો પર જોવા મળે છે.