ગુજરાતના પઢારનૃત્ય તેમજ હાલીનૃત્યની લાક્ષણિક વિશેષતાઓની ચર્ચા કરો

ગુજરાતના આદિવાસીઓના નૃત્યમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. ઉત્તર ગુજરાતના આદિવાસીઓ કરતા દક્ષિણના આદિવાસીઓમાં વધુ સાંસ્કૃતિક વિવિધતા રહેલી છે. આ બાબતોમાં તેમના નૃત્ય પણ ખૂબ જ અનોખી રીતે ભજવવામાં આવે છે.

પઢારનૃત્ય

કોના દ્વારા : અમદાવાદ અને સુરેન્દ્રનગરના નળકાંઠા વિસ્તારના પઢાર લોકોનું આ નૃત્ય છે જેઓ ખલાસી તરીકે ઓળખાય છે.

વિશેષતા : આ નૃત્યમાં પાણીમાં હોળી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે, તેથી તેને હલેસા નૃત્ય પણ કહે છે.

આ નૃત્યમાં પઢારો એકતારો, બગલિયું અને મોટા મંજીરા વાદ્ય તરીકે સાથે વગાડે છે. તેથી તેને પઢારોનું મંજીરા નૃત્ય પણ કહે છે.

આ નૃત્ય ફક્ત પુરુષો દ્વારા કરવામાં આવે છે. ઘણીવાર પુરુષો હાથ કે પગના ઘૂંટણમાં મંજીરા બાંધી દરિયાખેડુનો અભિનય કરતા પણ જોવા મળે છે.

પઢારો મુખ્યત્વે ખલાસી કે ખારવા હોવાથી આ નૃત્ય દરિયાદેવ કે શિકોતરી માતાને પ્રસન્ન કરવા માટે કરતા હોય છે.

હાલીનૃત્ય (ઘેરિયા નૃત્ય)

કોના દ્વારા : આ નૃત્ય મુખ્યત્વે તાપી અને સુરત જિલ્લાના હળપતિ આદિવાસી દ્વારા કરવામાં આવે છે.

વિશેષતા : એ નૃત્યમાં પુરુષ અને સ્ત્રીઓ સાથે નૃત્ય કરે છે. એક ગોળાકારમાં ગોઠવાઈ કમરે હાથ રાખી નૃત્ય કરવામાં આવે છે.

આ નૃત્યની પાછળ કોઈક વાર્તાપ્રસંગ હોય છે. ગીત ગવડાવનાર કવિયો કહેવામાં આવે છે.

આ નૃત્યમાં વિવિધ વાદ્યો જેવા કે તબલાં, પુંગી કે પાવો વગાડવામાં આવે છે.

આમ ઉપરોક્ત બે નૃત્યો અલગ અલગ આદિવાસી સમુદાય ભજવે છે. પરંતુ તેમની માન્યતા કે શ્રધ્ધા એક જ હોય છે. તેમના ઇષ્ટદેવને રીઝવવા અને મનોરંજન જેને જોઈને આપણે પણ અનહદ આનંદ અનુભવીએ છીએ.