GPSC STI 109/2019-20 Paper Quiz June 30, 2024 by Job Bhumi GPSC STI 109/2019-20 Quiz Name of the Post : State Tax Inspector Class-3 Advertisement No : 109/2019-20 Preliminary Test Held On : 07-03-2021 1. નીચેના પૈકી કોણે ગૌતમ બુધ્ધને ધ્યાનની રીત શીખવાડી ? A) સારી પુત્ર B) ચન્ના C) આલાર કાલામ D) કશ્યપ 2. મેગેસ્થનીઝના વૃત્તાંત અનુસાર નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પાટલીપુતરનું નિર્માણ ગંગા અને સોન નદીઓના સંગમ સ્થાને કરાયું હતું. 2. ભારતની વસ્તી સાત વર્ગોમાં વિભાજીત હતી. 3. પાટલીપુત્ર નગરીનો વહીવટ 20 સભ્યોની સમિતિના હાથમાં હતો. 4. ચંદ્રગુપ્ત મૌર્યની સુરક્ષામાં મહીલાઓ અંગરક્ષકો હતી. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 2 અને 3 C) ફક્ત 1, 2 અને 3 D) 1, 2, 3 અને 4 3. જુનાગઢ ખાતે સુદર્શન તળાવનું નિર્માણ કોના સમય દરમ્યાન થયું ? A) અશોક B) રૂદ્રદમન C) સ્કંદગુપ્ત D) ચંદ્રગુપ્ત મૌર્ય 4. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પલ્લવો એક મહાન દરિયાઈ (નૌકાદળ) શક્તિ હતી. 2. નરસિંહવર્મન-1 એ દરિયા કિનારે મહાબલીપુરમ નગર બનાવ્યું. 3. દાંડી નરસિંહવર્મન-2 ના દરબારમાં કવિ હતાં. 4. પલ્લવોના મોટાભાગના શિલાલેખો સંસ્કૃતમાં લખાયાં છે. A) ફક્ત 1 અને 2 B) ફક્ત 2, 3 અને 4 C) ફક્ત 1, 2 અને 3 D) 1, 2, 3 અને 4 5. ભાવનગર રાજયની નીચેના પૈકી કઈ અનન્ય બાબતો સાચી છે ? i. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ રેલવેનું નિર્માણ કરનાર. ii. ભાવનગર ખાતે 1885 માં સૌરાષ્ટ્રની સૌ પ્રથમ કોલેજ શામળદાસ કોલેજની સ્થાપના કરનાર. iii, સૌરાષ્ટ્રમાં સો પ્રથમ પ્રજા પ્રતિનિધિ સભાની સ્થાપના કરનાર. iv. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ દારૂના સેવન ઉપર પ્રતિબંધ મૂકનાર. A) ફક્ત i અને ii B) i, ii, iii અને iv C) ફક્ત ii અને iii D) ફક્ત i, ii અને iii 6. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીધું અને તેનું નામ ઈન્ડીયા હાઉસ રાખ્યું. ii. મેડમ કામાએ 1907 માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો. iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન “મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે.”' હતું. iv. ભગતસિંહ એ “ઈન્કલાબ જિંદાબાદ''નો યુધ્ધ-નારો આપ્યો હતો. A) ફક્ત i અને ii B) ફક્ત i, iii, અને iv C) ફક્ત ii, iii, અને iv D) i, ii, iii અને iv 7. નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો ? 1. ખેડા 2. નાગપુર ઝંડા સત્યાગ્રહ 3, બારડોલી 4. ધરાસણા A) ફક્ત 1, 2 અને 3 B) ફક્ત 1 અને 3 C) ફક્ત 1, 2 અને 4 D) 1, 2, 3 અને 4 8. નીચેના પૈકી કયા જૈન ધર્મના “ત્રિરત્નો”' છે? A) સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચરિત્ર B) સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન C) સમ્યક આહાર, સમ્યક જ્ઞાન, સમ્યક ચરિત્ર D) સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય 9. મહારાજા રણજીતસિંહની રાજધાની ............... હતી. A) અંબાલા B) અમૃતસર C) લાહોર D) પેશાવર 10. નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? A) વેલેસ્લીની સહાયકારી યોજનાનો ધ્યેય ભારતીય રાજ્યોને અંગ્રેજ રાજકીય સત્તા હેઠળ લાવવાનો હતો. B) વેલેસ્લીએ ભારતને નેપોલિયનના ખતરાથી બચાવવું હતું. C) A અને B બંને D) A અને B પૈકી કોઈ નહિ 11. “માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર'' - સૂત્ર કોણે આપ્યું હતું ? A) બી. આર. આંબેડકર B) ઈ. વી. રામાસ્વામી નાયકર C) શ્રી નારાયણ ગુરૂ D) જ્યોતિબા ફૂલે 12. નીચેની ઘટનાઓને કાળક્રમ પ્રમાણે ગોઠવો. i. ચંપારણ્ય સત્યાગ્રહ ii. ખેડા સત્યાગ્રહ iii, અમદાવાદ મીલ હડતાલ iv. રૉલેટ સત્યાગ્રહ A) i, iii, ii, iv B) i, ii, iii, iv C) ii, i, iv, iii D) iv, iii, i, ii 13. “મહાગુજરાત'' શબ્દ ............ દ્વારા આપવામાં આવ્યો હતો. A) ઈન્દુલાલ યાજ્ઞિક B) જીવરાજ મહેતા C) ક. મા. મુન્શી D) સનત મહેતા 14. સિંધુ સંસ્કૃતિની મ્હોરો (મુદ્રા) ઉપર નીચેના પૈકી કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે? A) ખૂંધવાળો આખલો B) શ્રુંગાશ્વ C) વાઘ D) ગેંડો 15. ..........ના અધ્યક્ષપણા હેઠળ પ્રથમ બોધ્ધસભા રાજગ્રહ ખાતે યોજાઈ. A) અશ્વઘોષ B) વાસુમિત્ર C) મહાકશ્યપ D) ઉપગુપ્ત 16. નીચેના પૈકી કોણ અશોકને બોધ્ધ ધર્મ અંગીકાર કરાવવા માટે મુખ્યત્વે કારણભૂત હતો ? A) વિષ્ણુગુપ્ત B) પુષ્યગુપ્ત C) ઉપગુપ્ત D) રાધાગુપ્ત 17. નીચેના પૈકી કયા પલ્લવ રાજાએ સુવિખ્યાત “મત્તવિલાસ પ્રહસન”' લખ્યું હતું ? A) નરસિંહવર્મન-I B) નરસિંહવર્મન-II C) પરમેશ્વરવર્મન D) મહેન્દ્રવર્મન 18. નીચેના પૈકી કોણે નવાનગર રાજયનો પાયો નાંખ્યો ? A) જામ રાવલજી B) રણમલજી C) સતાજી D) જામ વિભાજી 19. સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં ફૂવા મળી આવ્યા છે ? A) મોંહે-જો-દરો B) ધોળાવીરા C) સુરકોટડા D) રાખી ગઢી 20. ભારતમાં પોર્ટુગીઝ વસાહતોનો પ્રથમ ગવર્નર કોણ હતું ? A) વાસ્કો-દ-ગામા B) ફાંસિસ્કો ડી અલ્મીડા C) અલ્બુકર્ક D) નુનો દા કુન્હા 21. ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા “રાજય પુનઃગઠન આયોગ''ના અધ્યક્ષ કોણ હતા ? A) જવાહરલાલ નહેરૂ B) વલ્લભભાઈ પટેલ C) ફઝલ અલી D) હૃદયનાથ કુંજરૂ 22. ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ? A) મૂળરાજ-॥ B) ભીમદેવ-I C) જયસિંહ-I D) અજયપાલ 23. આજવા ખાતે પાણી-પૂરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ? A) ખંડેરાવ ગાયકવાડ B) સયાજીરાવ ગાયકવાડ-III C) મલ્હારરાવ ગાયકવાડ D) કાશિરાવ ગાયકવાડ-II 24. પંજાબમાં દેવસમાજ આંદોલન નીચેના પૈકી કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? A) સ્વામી દયાનંદ સરસ્વતી B) સ્વામી વિવેકાનંદ C) કનૈયાલાલ અલખધારી D) શીવનારાયણ અગ્નિહોત્રી 25. ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ .............. કોલેજ, “ધ ઓક્સફર્ડ ઓફ ધ ઇસ્ટ”ની સ્થાપના કરી હતી. A) ફોર્ટ વિલિયમ B) સેટ સ્ટીફન C) ફર્ગ્યુસન D) બીશપ કોટન 26. ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનના પ્રેરક સ્વામીનું નામ જણાવો. A) નામદેવ B) રૈદાસ C) રામાનંદ D) ગુરૂ નાનક 27. કચ્છી સુંદરજી શિવજીને “હકૂમતે હૈદરી” કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી ? A) અહમદશાહ B) ટીપુ સુલતાન C) અકબર D) નેપોલિયન બોનાપાર્ટ 28. મથુરા વિસ્તારમાં કયા પ્રકારની રંગોળી જમુનાજળમાં વહેવડાવવા માટે જ બનાવવામાં આવે છે ? A) સંઝા B) ઘર C) પીઠોરો D) જગતિયું 29. વિવિધ રમતો માટેના શબ્દોના જોડકાં જોડો. શબ્દ રમત a. અટીસોમટીસો i. ભમરડા રમત b. આંટીફાંટી ii. લખોટી રમત c. પોસાપોસ iii. સંતાકૂકડી રમત a. લટુ જાળ iv. સાતતાળી રમત A) a - iv, b - iii, c - ii, d - i B) a - iv, b - iii, c - i, d - ii C) a - i, b - ii, c - iii, d - iv D) a - i, b - ii, c - iv, d - iii 30. સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે ? A) છત્ર B) અંડ C) હર્મિકા D) પ્રદક્ષિણાપથ 31. “સાંઈ સેતી સાંચે રહુ, ઔરાં સં સુધ-ભાઈ”' - આ કોનો ધર્મ હતો ? A) નાનક B) દાદૂ દયાળ C) કબીર D) રૈદાસ 32. જે લોકભરતમાં ગાજના ટાંકાથી આભલા ભર્યા હોય અને ચારે બાજુની કિનાર એકસરખા કાંગરાથી ભરી હોય તેને કેવું ભરતકામ કહેવાય છે ? A) કાઠી ભરત B) મહાજન ભરત C) કણબી ભરત D) બખિયા ભરત 33. ગુજરાતમાં મૈત્રક અને અનુમૈત્રકકાળના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે ? A) દ્રાવિડી B) નાગર C) પૂર્વ ચૌલુક્ય શૈલી D) ગાંધાર 34. ગુજરાતનું ધ્રાસણવેલનું મંદિર કયા પ્રકારનું છે ? A) એકાયતન B) પંચાયતન C) ત્ર્યયાતન D) સપ્તાયતન 35. ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ? A) નુસિંહ ભગવાનનું સિંહાસન B) લક્ષ્મીજી C) ગણપતિ D) આઘશક્તિ 36. કબીરની ભાષામાં અનેક ભાષાનું મિશ્રણ થયેલું હોવાથી એનું પ્રચલિત નામ કયું છે ? A) ખાલીક બારી B) કોસલી C) સાધુકૂકડી D) ખડી 37. જોડકાં જોડો. a. ગરબો i. ભીંતમાં ભીંત, પસીતમાં પાણી b. ભડલી વાક્ય ii. શેરી મિત્રો સો મળે, તાળી મિત્ર અનેક; જેમાં સુખ દુઃખ વારીએ, તે લાખોમાં એક c. દુહો iii. જો વરસે હાથિયો, તો મોતીએ પુરાય સાથિયો d. ભીલી ઉખાણું iv. ગલ વાવ્યો છે, રાધાજીને આંગણે A) a - iv, b - iii, c - ii, d - i B) a - iv, b - iii, c - i, d - ii C) a - i, b - ii, c - iii, d - iv D) a - i, b - ii, c - iv, d - iii 38. વૈષ્ણવ, તાંત્રિક અને બોધ્ધ સિધ્ધાંતોનો સરસ સમન્વય સાધતા ભક્તિ આંદોલનનું નામ જણાવો. A) સહજિયા B) મહાનુભાવ C) પંચસખા D) વારકરી 39. સ્ત્રીઓ પોતાની કટિ ઉપર જે આભૂષણ ધારણ કરે છે તેને શું કહેવામાં આવે છે ? A) ચંદ્રકટિકા B) ચંપાકલી C) નૂપુર D) કોલર 40. ભારતીય “મૂર્તિશિલ્પના વિશ્વકોશ'” જેવો કયો સ્તંભ મનાય છે ? A) સૂર્ય મહેલ B) કીર્તિ સ્તંભ (ચિત્તોડ) C) એકલખા મકબરો D) કુતુબ મિનાર 41. “સંગીતની ગંગોત્રી'' રૂપે કયો વેદ ઓળખાય છે ? A) યજુર્વેદ B) સામવેદ C) ઋગ્વેદ D) અથર્વવેદ 42. ગાયકવાડી શાસનમાં રાજયના મંદિરોની વ્યવસ્થા કરનાર અધિકારી કયા નામે ઓળખાતો હતો ? A) પૂજારી B) ધર્માધિકારી C) સ્વામી D) સૂબો 43. ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે ? A) દેવી ચળવળ B) ભગત ચળવળ C) જોરીયા ભગત ચળવળ D) એકી ચળવળ 44. છોટાઉદેપુરના પૂર્વ ભાગમાં શુક્રવાર માટે વપરાતો એક શબ્દ જણાવો. A) દિતવાર B) ઉદાપરિયો C) વાલપરિયો D) રાયચોરિયો 45. ગુજરાતના આદિવાસી ઘરોમાં પાણિયારા ઉપર છાણમાટીથી બનાવવામાં આવતી અભરાઈ માટે પ્રયોજાતો શબ્દ જણાવો. A) સીંકી B) બંજોટી C) ઓટલી D) ભેડિયો 46. ગુજરાતી આદિવાસીઓના 'ઢાપું' શબ્દ શાના માટે વપરાય છે ? A) ઘોડો B) મંદિર C) માઁ D) બાળક 47. વાઘને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો. a. પીહવો i. સુષિર વાઘ b. દંકુડી ii. ચર્મ વાઘ c. કરતાર iii. ઘન વાઘ d. સુરંદો iv. તંતુ વાઘ A) a - i, b - ii, c - iii, d - iv B) a - i, b - ii, c - iv, d - iii C) a - ii, b - i, c - iii, d - iv D) a - ii, b - i, c - iv, d - iii 48. દ્વારકા ખાતે આવેલું દ્વારકાધિશનું મંદિર નીચેના પૈકી કયા નામે પણ ઓળખાય છે ? A) જગત મંદિર B) ત્રિલોક સુંદર C) (A) અને (B) બંને D) (A) અને (B) પૈકી કોઈ નહીં 49. પંપા સરોવર, જેનો ઉલ્લેખ રામાયણમાં થયેલો છે, તે કયા રાજયમાં આવેલું છે ? A) કર્ણાટક B) કેરળ C) ઉત્તર પ્રદેશ D) આંધ્ર પ્રદેશ 50. .................માં આવેલા ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠમંડપ અને ઘુમ્મટ, કુંભારિયા વાડાના કાષ્ઠમંડપનો ઘુમ્મટ તથા કપુરમહેતાના વાડાના મંદિરનો કાષ્ઠમંડપ સર્વ પ્રકારના નેજવાં માટે જાણીતો છે. A) વડનગર B) અમદાવાદ C) પાટણ D) વડોદરા Your score is