GPSC Advt. No. 24/2022-23 Grammar

સૂચના પ્રમાણે ગુજરાતી વ્યાકરણને લગતા પ્રશ્નોના ઉત્તરો આપો. (10 x 1 = 10 ગુણ)

9.1. રૂઢિપ્રયોગનો અર્થ આપી તેમનો વાક્યમાં પ્રયોગ કરો.
છપ્પનના વિતાડવા
જવાબ : ખૂબ પજવવું
વાક્ય : રમેશની સાવકી માં તેના પર છપ્પનના વિતાડવામાં કાંય બાકી ના રાખતી.
9.2. કહેવતનો અર્થ સમજાવો.
વેળા વેળાની છાંયડી
જવાબ : મનુષ્ય કરતા સમય વધુ બળવાન છે.
9.3. સમાસનો વિગ્રહ કરી તેની ઓળખ આપો.
લોકગીત
જવાબ : તત્પુરુષ
વિગ્રહ : લોકો વડે ગવાતું ગીત
9.4. પંક્તિનો છંદ ઓળખાવો.
દાદી વાંકી, રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી
જવાબ : મંદાક્રાંતા
9.5. અલંકાર ઓળખાવો.
ભમરા સમો આ ભમતો પવન
જવાબ : ઉપમા
9.6. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
સવારનો નાસ્તો
જવાબ : શિરામણ
9.7. શબ્દની જોડણી સુધારો.
સતપ્રતીપક્સ
જવાબ : શતપ્રતિપક્ષ
9.8. વાક્યમાં જોડણીની ભૂલો સુધારો.
તે ખરેખર ઉચા અંતરીક્ષના સ્થાનમાંથી ધરતી પર ઉતરી આવ્યા છે.
જવાબ : તે ખરેખર ઊંચા અંતરિક્ષમાંથી ધરતી ઉપર ઉતરી આવ્યા છે.
9.9. શબ્દની સંધિ જોડો.
ઉત્‌ + ચ
જવાબ : ઉચ્ચ
9.10. વાક્યરચના અંગે આપેલ સૂચના મુજબ ઉત્તર આપો.
વિધાન વાક્ય બનાવો
ચિત્ર કેવું સરસ દોરાયું છે.
જવાબ : ચિત્ર ખૂબ જ સરસ દોરાયું છે.