ભારતમાં 19મી સદીમાં થયેલ સ્ત્રી હકની લડતે 20મી સદીમાં સ્ત્રીઓને સશક્ત, શિક્ષિત અને જાહેરજીવનમાં પ્રવેશનો મોકો આપ્યો. સ્ત્રીઓ જાતે અધિકાર માટે લડવાનું શરૂ કર્યું અને આજે તે પુરુષ સમોવડી થવા જઈ રહી છે.
20મી સદીમાં સ્ત્રી હકોના કાયદા
1947 સુધી ભારત અંગ્રેજોના નેજા હેઠળ હતું છતાં પણ કાયદા બન્યા.
1. શારદા એક્ટ-1929 : જેમાં સ્ત્રીના લગ્નની ઉંમરમાં વધારો કરી 16 વર્ષ કરવામાં આવી હતી.
2. ભારત શાસન અધિનિયમ-1935 : જેને સ્ત્રીઓને પુરુષ સમોવડો મતાધિકાર આપ્યો.
3. 26 જાન્યુઆરી 1950 – પ્રજાસત્તાક દિવસ : જેને સ્ત્રી-પુરુષ સમાનતા અનુચ્છેદ-15 આપ્યું. કામના સ્થળે કે પ્રસુતિ સમયે માનવોચિત સ્થિતિ અનુચ્છેદ-42 આપ્યું. એક સમાન વેતન અનુચ્છેદ-39 આપ્યું.
4. ગેરકાનૂની ટ્રાફિકિંગ(પ્રિવેન્શન) એક્ટ-1956
5. ડાવરી પ્રોહીબિશન એક્ટ-1961
સ્ત્રી શિક્ષણમાં સુધાર
1. સ્ત્રીઓ પણ આઝાદી સમયે જાગૃત બની શિક્ષણ મેળવતી થઈ, જેમાં કસ્તુરબા, સરોજિની નાયડુ, એની બેસન્ટ, ઉષા મેહતાની ભૂમિકા મુખ્ય હતી.
2. આઝાદી બાદ બંધારણે સ્ત્રીઓને સમાન શિક્ષણ અનુચ્છેદ-15, રાષ્ટ્રીય સ્ત્રી અધિકાર આયોગની રચના વગેરે.
સ્ત્રીનો જાહેર જીવનમાં પ્રવેશ
1. 1915માં ગાંધીજીની સાથે કસ્તુરબાએ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું.
2. સરોજીની નાયડુ, ઉષા મેહતા જેવી સ્ત્રીઓ દ્વારા આંદોલનની આગેવાની કરવામાં આવી.
3. દંડાબેન ચૌધરી, દશરીબેન ચૌધરી વગેરે આદિવાસી મહિલાઓનું આંદોલનમાં સાથ, પૂર્ણિમાબેન પકવાસા દ્વારા મહિલા ઉત્થાનના કર્યો.
4. આઝાદી સમયે મુખ્યમંત્રી અને રાજ્યપાલના પદે સૌપ્રથમ મહિલાઓ જેમ કે સરોજીની નાયડુ.
5. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ અને ટેશી થોમસ(રોકેટ વુમન) જેવા નામો પ્રખ્યાત થયા.
6. વડાપ્રધાન પદે ઇન્દિરા ગાંધી જેવા નેતાઓ મહિલાઓને જાહેર જીવનમાં પ્રવેશ માટે ખૂબ જ મોટી ભૂમિકા ભજવી.
આમ સ્ત્રીઓનું 19મી સદીમાં શિક્ષણક્ષેત્રે, વહીવટક્ષેત્રે અને સમાજમાં ફાળો હતો. જે આજે પણ રાષ્ટ્રપતિ અને નાણાપ્રધાન પદે યથાવત જોવા મળે છે.